IMG_20240419_210032

૧૦૮-ખંભાત મત વિસ્તારની પેટા ચૂંટણીમાં કુલ ૦૬ ઉમેદવારોએ ૧૦ ઉમેદવારી પત્રો રજૂ કર્યા

૧૦૮-ખંભાત મત વિસ્તારની પેટા ચૂંટણીમાં કુલ ૦૬  ઉમેદવારોએ ૧૦ ઉમેદવારી પત્રો રજૂ કર્યા

આણંદ, 
૧૦૮-ખંભાત મત વિસ્તારની પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્રો રજૂ કરવાનો છેલ્લો દિવસ હતો.આજે તા.૧૯ -૦૪-૨૦૨૪ના રોજ ૦૨ ઉમેદવારોએ ૦૫ ઉમેદવારી પત્રકો રજૂ કર્યા હતા.
આમ ,૧૦૮-ખંભાત મત વિસ્તારની પેટા ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારો દ્વારા કુલ ૧૦ ઉમેરવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે.

ઉમેદવારોની વિસ્તૃત વિગતોની જોઈએ તો,

૧.ચૌહાણ મહિપતસિંહ કેસરી સિંહ(અપક્ષ) , 

૨.મનુભાઈ જેઠાભાઈ વણકર(અપક્ષ),

૩. ચિરાગકુમાર અરવિંદભાઈ પટેલ(ભારતીય જનતા પાર્ટી)

૪.રાજેન્દ્રસિંહ બળવંતસિંહ પરમાર (ભારતીય જનતા પાર્ટી),

૫.મહેન્દ્રસિંહ હરિસિંહ પરમાર(ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ),

૬.દાનુભાઈ પુંજાભાઈ ગોહેલ(ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ)નો સમાવેશ થાય છે.
-૦-૦-૦