1001134518

સંસ્થાની સફળતા પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ છે-સંજય રાવલ

સંસ્થાની સફળતા પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે - સંજય રાવલ 

સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન"સંધાન-2025" આયોજન કરાયું

આણંદ ટુડે | વિદ્યાનગર
સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા તારીખ ૨૩-૦૨-૨૦૨૫ના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન "સંધાન -2025"નું આયોજન વલ્લભ વિદ્યાનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ સમારંભ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે એસપીયુ એલ્યુમની એસોસિએશન, યુએસએના પ્રમુખ અલય પટેલ, ગેસ્ટ ઓફ ઓનર તરીકે આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના કુલપતિ પ્રો. કે.બી. કથીરિયા, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના કુલપતિ પ્રો. હર્ષદ પટેલ, એસપીયુ એલ્યુમની એસોસિએશન, યુએસએના બોર્ડ ઓફ ટ્રસ્ટી ધર્મેશ પટેલ, એસપીયુ એલ્યુમની એસોસિએશન, યુએસએના ટ્રેઝરર પિયુષ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલસચિવ ડો. ભાઈલાલ પટેલ, વિવિધ વિભાગના વડાશ્રીઓ, અધ્યાપકો અને  800થી વધુ  ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી  એમ.પી. પટેલ ઓડિટોરિયમ ખાતે પ્રત્યક્ષ અને બાકીના વિદ્યાર્થીઓ વિવિધ ઓડિટોરિયમ ખાતે લાઈવ નિહાળ્યો હતો.  આ કાર્યક્રમ ના  મુખ્ય વક્તા તરીકે જાણીતા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ ઉપસ્થિત રહ્યા હતા. 
આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી જે વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન મેળવ્યું છે તેવા વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું જેમાં બાયો સાયન્સ વિભાગના ઝાયડસ ગ્રૂપના બાયોટેક વિભાગના સિનિયર મેનેજર ડો. અર્જુનસિંગ સિસોદીયા, રસાયણશાસ્ત્ર વિભાગના કેડિલા હેલ્થકેરના જુનિયર સાયન્ટિસ્ટ ડૉ. આઈ. એસ. વાસુદેવ, અંગેજી વિભાગના ડો. વિશાલ ભદાણી કે જેઓ પ્રો. વાઇસ ચાન્સેલર લોકભારતી સણોસરા ખાતે છે, સંસ્કૃત વિભાગના પ્રશાંત મહેતા કે જેઓ ઉચ્ચ શિક્ષણની કચેરીમાં સુપ્રિટેન્ડેન્ટ છે, મટિરિયલ સાયન્સ વિભાગના ડૉ. ભરત પટેલ કે જેઓ ભૈરવ ટેકનોસોલ્યુશનના ડાયરેક્ટર છે, અનુસ્નાતક ગણિત વિભાગના એચ. સી. પટેલ કે જેઓ એલ ડી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર, અનુસ્નાતક સમાજકાર્ય વિભાગના રાહુલ ચિત્તે કે જેઓ હ્યૂમન રિસર્ચ ડેવલોપમેન્ટમાં કાર્યરત છે, અનુસ્નાતક બિઝનેશ વિભાગના વાસુદેવ પૂમનાની કે જેઓ આઈ એનર્જીના ડાયરેક્ટર છે. અનુસ્નાતક આંકડાશાસ્ત્ર વિભાગના પાર્થ પરીખ કે જેઓ ઇશાન ટેકનોલોજીના સિનિયર મેનેજર, અનુસ્નાતક બિઝનેસ સ્ટડીઝ વિભાગના  મિથુલ સુથાર કે જેઓ કોર્પોરેટ પ્રેક્ટીશનર વગેરે મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. 
અલય પટેલે જણાવ્યું હતું કે આ પ્રકારના ભૂતપૂર્વ સંમેલન પોતાની માતૃ સંસ્થા સાથે જોડાવાની તક આપે છે. 2003થી અમેરિકામાં પણ અમે સરદાર પટેલ યુનિવર્સિટી ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નું સંમેલન નું આયોજન કરીએ છીએ. અમારી સાથે અમેરિકામાં 500 થી વધારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાયેલા છે. આ વખતે હું અને અમારા હોદ્દેદારો પ્રથમ વખત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા યોજાયેલા આ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન માટે ખાસ આવ્યા છે અને અહિ આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને જોઈને સારું લાગે છે. અમે ભવિષ્યમાં ત્યાં આવતા વિદ્યાર્થીઓને કોઈ પણ મદદ માટે તૈયાર છીએ. 
 સંજય રાવલે જણાવ્યું હતું કે સંસ્થાની સફળતા પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ છે. જો આપણા તન અને મન સરસ હશે તો ધનના ઢગલા થશે. જીવનમાં વિદ્યાર્થીઓએ શું કરવું એ વિષે વાત કરતાં તેમેને જણાવ્યું હતુંકે જે કાઈ પણ કરો તે શ્રેષ્ઠ કરો અને ઈશ્વર પર ભરોશો રાખો. જીવનમાં તકલીફો કોઈને કહેશો નહીં કારણ કે તૂટેલા ઘરની ઘરની ઈંટો પણ લોકો લઈ જાય છે. આ ઉપરાંત સરદાર પટેલના જીવન પ્રસંગોની પણ વાત કરી હતી. 
કુલપતિ પ્રો. નિરંજન પટેલે જણાવ્યું હતું કે આ મિટનો હેતુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વર્તમાન વિદ્યાર્થીઓ સાથે જોડાય એ છે. 
હર્ષદ પટેલે જણાવ્યું હતું કે જેમ કૃષ્ણ સુદામા વર્ષો પછી મળે એમ આ સંધાન સમિટ પોતાના મિત્રોને મળવાનું મંચ પૂરું પાડી રહ્યું છે. કે. બી. કથીરિયા એ જણાવ્યું હતું કે યુનિવર્સિટી માટે સૌથી આનંદ ઉલ્લસનો કોઈ કાર્યક્રમ હોય તો આ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન છે. ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે ભારતથી અમેરિકા આવતા વિદ્યાર્થીઓને અમે અમેરિકામાં થઈ શકે એટલી મદદ કરીએ છીએ.કાર્યક્રમનું સંચાલન ડો. અંકુર અમીન અને કાર્યક્રમની આભારવિધિ પ્રો. મીતેશ જયસ્વાલે કરી હતી.કાર્યક્રમ બાદ દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતપોતના વિભાગની મુલાકાત લીધી હતી. અને ભૂતકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. 

આંતરરાષ્ટ્રીય પેરા એથ્લિટ સમીમ વોહરાનું સન્માન 

વર્ષ  2007 થી 2009ના અનુસ્નાતક લાઇબ્રેરી સાયન્સ વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થી  સમીમ વોહરા કે જેમણે પેરા-એથ્લેટિકસ ક્ષેત્રમાં પ્રશંસનીય યોગદાન આપ્યું છે. તેઓ ગોળાફેક અને ભાલાફેંક જેવી રમતોમાં તેઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના 60 મેડલ જીત્યા છે. આ ઉપરાંત તેઓ આંતરરાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સમાં  4થો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.