1001099580

આજે ઓડ, બોરીઆવી અને આંકલાવ નગરપાલિકા સામાન્ય ચૂંટણી ચૂંટણી

આજે ઓડ, બોરીઆવી અને આંકલાવ નગરપાલિકા સામાન્ય ચૂંટણી ચૂંટણી

ઉમરેઠ નગરપાલિકા અને ખંભાત તાલુકા પંચાયતની પણ  પેટા ચૂંટણીનું મતદાન

આજે તા.૧૬ ફેબ્રુઆરીના રોજ સવારે ૭- ૦૦ કલાકથી સાંજના ૧૮- ૦૦ કલાક સુધી મતદાન યોજાશે

ઓડ નગરપાલિકામાં ૧૩૩૦૩, આંકલાવમાં ૧૭૬૨૬, બોરીયાવીમાં ૧૭૦૪૧, ઉમરેઠ નગરપાલિકા પેટા ચૂંટણીમાં ૪૧૧૭ અને ખંભાત તાલુકા પંચાયત ઉંદેલ બેઠક પેટા ચૂંટણીમાં ૬૩૧૫ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

આણંદ, 
આણંદ જિલ્લાની ૦૩ નગરપાલિકાઓ આંકલાવ, બોરીયાવી અને ઓડ તથા ઉમરેઠ તાલુકાની વોર્ડ નંબર ૦૪ અને ખંભાત તાલુકા પંચાયતની ૦૧ બેઠક ૨૪-ઉંદેલ-૨, પેટા ચૂંટણીનું મતદાન આજે તા.૧૬/૦૨/૨૦૨૫, રવિવારના સવારના ૭-૦૦ વાગ્યા થી સાંજના ૧૮- ૦૦ વાગ્યા સુધી યોજાશે. 

ઓડ  નગરપાલિકા સામાન્ય ચૂંટણી ના મતદાનમાં ૧૫ મતદાન મથકો ઉપર ૬૭૬૬ પુરુષ મતદારો અને ૬૫૩૭ સ્ત્રી મતદારો મળીને કુલ ૧૩,૩૦૩ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

બોરીયાવી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૨૨ મતદાન મથકો ખાતે મતદાન યોજાશે, જેમાં ૮૫૮૬ પુરુષ મતદારો અને ૮૪૫૫ સ્ત્રી મતદારો મળીને કુલ- ૧૭૦૪૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

 આંકલાવ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦ મતદાન મથકો ખાતે યોજાશે, જેમાં ૮૯૦૫ પુરુષ મતદારો અને ૮૭૨૧ સ્ત્રી મતદારો મળીને કુલ- ૧૭,૬૨૬ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ઉમરેઠ નગરપાલિકાની વોર્ડ નંબર- ૦૪ ની પેટા ચૂંટણીમાં ૦૪ મતદાન મથકો ખાતે મતદાન યોજાશે, જેમાં ૨૧૬૧ પુરુષ મતદારો અને ૧૯૫૬ સ્ત્રી મતદારો મળીને કુલ- ૪૧૧૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

 ખંભાત તાલુકા પંચાયતની ૦૧ બેઠકની પેટા ચૂંટણી ૨૪- ઉંદેલ- ૨ માટે ૦૬ મતદાન મથકો ઉપર મતદાન યોજાશે, જેમાં ૩૨૩૬ પુરુષ મતદારો અને ૩૦૭૯ સ્ત્રી મતદારો મળીને કુલ - ૬૩૧૫ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

****