કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવાના વિરોધમાં ધરણાં પ્રદર્શન યોજાયું
સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ-ગુજરાત દ્વારા
કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવાના વિરોધમાં ધરણાં પ્રદર્શન યોજાયું
જેમણે દેશ બનાવ્યો તેમની ઓળખ સાથે છેડછાડ થવી ન જોઈએ-પૂર્વ મુખ્યમંત્રીશ્રી શંકરસિંહ વાઘેલા (બાપુ)
સરદાર સાહેબનું વતન કરમસદ એ દેશના સ્વાભિમાનની ઓળખ છે તેને રેહવા દે જો જાણે અજાણે તેની સાથે ચેડાં કર્યા તો આ ગુજરાત કદી માફ નહિ કરે -પરેશભાઈ ધાનાણી
આણંદ ટુડે | કરમસદ
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલના વતન કરમસદને વિશેષ દરજ્જો આપવાની બુલંદ માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે કરમસદનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ-ગુજરાત અને કરમસદના રહીશો દ્વારા આંદોલનરૂપી શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.જેના ભાગરૂપે આજે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ - ગુજરાતના અધ્યક્ષ શ્રી મીથલેસ અમીનના નેતૃત્વમાં કરમસદ ખાતે ધરણાંનો કાર્યક્રમ યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું .
સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ-ગુજરાત દ્વારા આણંદ જીલ્લાના કરમસદ ખાતે રવિવારના રોજ " કરમસદ બચાવો " " સંપૂર્ણ સ્વરાજ " ના નારા સાથે મારી લડતનો હું છું સરદારના બુલંદ વાત સાથે શ્રી સરદાર પટેલ સાહેબની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરી વંદન કરી સાથે દિવ્ય જ્યોત પ્રગટાવી સવારે ૯:૦૦ કલાક થી મોડી સાંજ સુધી ઘરણાં યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું .
આ ધરણાં પ્રદર્શનમાં ઉપસ્થિત રહેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા (બાપુ) એ જણાવ્યું હતું કે હું પેહલેથી જ મહાનગર પાલિકાનો વિરોધી છું. ૧૦ લાખ કરતાં વધારે વસ્તી હોય તો જ મહાનગર પાલિકા બનાવી જોઈએ સાથે સત્તા હોય કે કોઈ હક્ક બધું છેવાડાના લોકો સુધી પહોચવું જોઈએ સાથે સરકારને અપીલ કરું છું કે જે સરદાર પટેલ સાહેબ , મહાત્મા ગાંધી બાપુએ , જવાહરલાલ નહેરુજીએ જે દેશ બનાવ્યો છે તેમની ઓળખ સાથે છેડછાડ ન થવી જોઈએ અને જો કરમસદ ગામના લોકો અને સરદાર પ્રેમી જનો ઇચ્છતા હોય કે કરસમદ ગામને આણંદ મહાનગર પાલિકામાં ન ભેળવવામાં આવે અને તેને જુદું રાખવું જોઈએ તો સરકારે આ વાત નો અહમ રાખ્યા સિવાય કરમસદ ને અલગ રાખવું જોઈએ.
આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના પૂર્વ વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી એ જણાવ્યું હતું કે સરદાર સાહેબનું વતન કરમસદ એ દેશના સ્વાભિમાનની ઓળખ છે તેને રેહવા દે જો જાણે અજાણે તેની સાથે ચેડાં કર્યા તો આ ગુજરાત કદી માફ નહિ કરે , અમારે તમારી મહેરબાની ની જરૂર નથી તમે કરમસદ ગામને સ્વતંત્ર દરજ્જો આપો તેવી માંગણી કરી હતી .
સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ શ્રી મિથલેસ અમીન અને સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે જે રીતે સરકારે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી નાખ્યું કડો કૂચડો માર્યો તેજ રીતે સરદાર પટેલના વતન ગામ કરમસદને આઝાદ હિંદુસ્તાનના નકશા માંથી દૂર કરવાની જે ચેષ્ઠા કરી છે તે સરકાર નો સરદાર પટેલ પ્રત્યે તેમને કેટલો આદર છે તે દર્શાવે છે . સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની માગણી છે કે કરમસદ ગામને સ્વતંત્ર દરજ્જો આપવામાં આવે જેમ ભગવાન શ્રી કૃષ્ણ ને મથુરા ગામ થી દૂર કરી શકાય નહિ , તેમ ભગવાન શ્રી રામ ને અયોધ્યાથી જુદા કરી શકાય નહિ તેજ રીતે ભારતના જે મહા પુરુષો છે તેમને તેમના વતન ગામ થી દૂર કરી શકાય નહિ તેમની આગવી ઓળખ , સંસ્કૃતિ ને મિટાવી શકાય નહિ . આમ " કરમસદ બચાઓ " મારી લડતનો હું છું સરદાર ના નારા સાથે સ્વતંત્ર કરમસદ ગામની માગણી કરી હતી .
ધરણાં પ્રદર્શનમાં ઉપસ્થિત સરદાર પ્રેમીઓ
કરમસદ ખાતે યોજાયેલ ધરણાં પ્રદર્શનમાં રાજકીય નેતાઓ સાથે અનેક મહાનુભાવો અને આગેવાનો જોડાયા હતા જેમાં ગુજરાતના પૂર્વ. મુખ્યમંત્રી શ્રી શકરસિંહ વાઘેલા બાપુ , કોંગ્રેસ પક્ષના પૂર્વ. વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી , સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ શ્રી મીથલેસ અમીન , કર્જ મુક્ત ભારત અભિયાન પ્રદેશ અધ્યક્ષ શ્રી હરેશ રાવલ , ભારતીય સરદાર પટેલ પાર્ટીના અધ્યક્ષ શ્રી કલ્પેશભાઈ પારેખ , પ્રવક્તા શ્રી સંજયભાઈ કોહલી , ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ હોદ્દેદાર શ્રી ચિરાગભાઈ પટેલ , ભારતીય જનતા પાર્ટીના પાટિદાર આગેવાન શ્રી વરુણભાઈ પટેલ , પાટીદાર અગ્રણી શ્રી મનોજભાઈ પનારા - મોરબી , નિલેશભાઈ એરવડિયા-મોરબી , ધનજીભાઈ પાટિદાર - ઊઝા , આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ સોનલબેન પટેલ , અમૂલ ડેરીના ડિરેક્ટર અને માતર એ.પી. એમ.સી ના ચેરમેન શ્રી સંજયભાઈ પટેલ , સત્યાગ્રહી પરિવારના સંસ્થાપક શ્રી નીલેશભાઈ શાહ તથા કરમસદ ગ્રામજનો સાથે સરદાર પ્રેમી લોકો ઉપસ્થિત રહી આ ધારણા પ્રદર્શનને ટેકો આપી આંદોલન સમિતિની માંગણી માં શુર પુરાવ્યો હતો.