આણંદ મહાનગરપાલિકા એક્શન મોડમાં
આણંદ મહાનગરપાલિકા એક્શન મોડમાં
આણંદમાં જાહેર માર્ગો પર દબાણ કરનારા પાસેથી રૂ.૪.૦૧ લાખનો વહીવટી ચાર્જ વસુલ કરાયો
૧૫૦૦ કિલો ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.૧.૧૧ લાખનો ચાર્જ વસુલાયો
આણંદ
આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપામાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાંથી જાહેર માર્ગો પરના ટ્રાફિકને નડતરરૂપ ગેરકાયદેસર દબાણો, હોર્ડિંગ,બોર્ડ દૂર કરવાની કામગીરી એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.આ કામગીરીના ભાગરૂપે મનપા એસ્ટેટ વિભાગ દ્વારા ૪૩ લોકોને નોટીસ આપવામાં આવી છે.આ પેટે રૂ.૪.૦૧ લાખનો વહીવટી ચાર્જ પણ વસુલ કરવામાં આવ્યો છે.
સેનિટેશન વિભાગ દ્વારા મનપા વિસ્તારમાં જાહેરમાં કચરો નાખતા અને ગંદકી કરતા લોકો સામે તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ કરતા દુકાનદારો સામે વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવી રહ્યો છે.
આણંદ મહાનગરપાલિકાની સેનેટરી ટીમ દ્વારા આણંદ શહેરમાં વિવિધ સ્થળોએ ચકાસણી હાથ ધરી અત્યાર સુધીમાં ૧૫૦૩ કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જપ્ત કરી રૂ.૧,૧૧,૭૦૦/- તથા જાહેરમાં ગંદકી કરતા લોકો સામે જરૂરી કાર્યવાહી કરી રૂ.૮૨૫૦૦/- જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.