1001072408

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ચરોતરમાં રાજકીય ભૂકંપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ચરોતરમાં રાજકીય ભૂકંપ

ખેડા જીલ્લામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 34 અને આંકલાવમાં કાર્યકર્તાઓ સસ્પેન્ડ

આણંદ ટુડે | નડિયાદ
ભારતીય જનતા પાર્ટીને શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે પક્ષ દ્વારા જે પણ નિર્ણય લેવામા આવે તેને બધા કાર્યકર્તાઓથી માંડીને નેતાઓ માનતા હોય છે . ત્યારે ખેડા જિલ્લામાં ભાજપની શિસ્તના લીરેલીરા ઉડાડતા 34 અને આણંદ જિલ્લાના આંકલાવમાં ત્રણ કાર્યકર્તાઓને ભાજપમાંથી  સસ્પેન્ડ કરાયા છે
ખેડા જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 34 કાર્યકર્તાઓને ભાજપમાંથી પાણી ચૂ પકડાવી દેવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે.
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ દ્વારા પક્ષ વિરોધી કામ કરનારા કાર્યકરો સામે કરી લાલ આંખ કરી છે .પક્ષના મેન્ડેટ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી નોંધાવતાં મોટી કાર્યવાહી કરાઈ છે.પાંચ નગરપાલિકા સહિત બે તાલુકા પંચાયતના કાર્યકરોને સસ્પેન્ડ કરાયા છે.
આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનારી ખેડા, મહેમદાવાદ, ચકલાસી, મહુધા અને ડાકોર પાલિકા તેમજ કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ સભ્યોએ પક્ષના મેન્ડેટ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી નોંધાવી ભાજપના આ સભ્યોને ભારે પડી છે

કઈ પાલિકામાંથી કેટલા સભ્યોને સસ્પેન્ડ કર્યા?

સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં મહુધા શહેરના 5, ખેડા શહેરના 3, કપડવંજ તાલુકાના 2, કઠલાલ તાલુકાના 5, ચકલાસી શહેરના 13 અને મહેમદાવાદ શહેરના 5 સભ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કપડવંજ પાલિકાની બે બેઠકો (વોર્ડ 6) અને મહેમદાવાદ તાલુકા પંચાયતની હલધરવાસ અને મોદજ બેઠકોની પેટાચૂંટણી પણ યોજાવાની છે.

સસ્પેન્ડ કરાયેલ સભ્યો

ચકલાસી શહેર

જયેશભાઈ ભરતભાઈ વાઘેલા
અજીતભાઈ કરનસિંહ વાઘેલા
સુરેશભાઈ લાખાભાઈ વાઘેલા
પ્રકાશભાઈ પ્રવીણભાઈ વાઘેલા
ચિરાગસિંહ વાઘેલા
પ્રગ્નેશભાઈ રમેશભાઈ પારેખ
શિરીષભાઈ અરવિંદભાઈ પટેલ
પ્રવીણભાઈ આશાભાઈ વાઘેલા
રઈજીભાઈ પૂનમભાઈ વાઘેલા
સંગીતાબેને સિદ્ધરાજ વાઘેલા
અમથાભાઈ ચંદાભાઈ જાદવ
મનોજભાઈ નટુભાઈ વાઘેલા
કમલેશભાઈ હર્ષદભાઈ વાઘેલા

મહેમદાવાદ શહેર

હેતલભાઈ દિનેશચંદ્ર મહેતા
હસર્સીદાબેન ભાવસાર
કલ્પ પટેલ
મોલીક ડાભી
ગીતાજલીબેન ભટ્ટાચાર્ય

મહુધા શહેર

મહેશભાઈ પુનમભાઈ પટેલ
રુચિર મહેશભાઈ પટેલ
 વિધિબેન મેહુલકુમાર પટેલ 
મેહુલકુમાર મહેશભાઈ પટેલ
જીગ્નેશભાઈ જયંતિભાઈ પટેલ (જતીનભાઈ)

ખેડા શહેર

ભુપેન્દ્રસિંહ ગોહેલ
કમલેશભાઈ વાઘેલા
બીપીનભાઈ ખલાસી

કપડવંજ તાલુકા

સુરેશભાઈ વાઘેલા
જયેશભાઈ પરમાર

કઠલાલ તાલુકા

દેવરાજભાઈ ઝાલા
તખતસિંહ ડાભી
શનાભાઈ છગનભાઈ રાઠોડ
પરાગભાઈ રાઠોડ
રામસિંહ ડાભી

આણંદ જીલ્લો

આંકલાવ-પક્ષના મેન્ડેટ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી નોંધાવતાં કાર્યવાહી

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલે (ધર્મજ )પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ 3 સક્રિય સભ્યોને ભાજપમાંથી 6 વર્ષ માટે બરતરફ કર્યા છે.  સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં આંકલાવ શહેર પૂર્વ મહામંત્રી નટુભાઈ ગોરધનભાઈ રાયપુરા, આંકલાવ શહેર આઈટી સેલ ઈન્ચાર્જે રાહુલ મોચી અને ભાજપ કાર્યકર રંજનબેન મહેન્દ્રભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ સભ્યોએ પક્ષના મેન્ડેટ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.