1001126550

આણંદ જિલ્લામાં એક વર્ષ દરમિયાન ૩૮૮૭૫ દસ્તાવેજોની નોંધણી થઈ

આણંદ જિલ્લામાં એક વર્ષ દરમિયાન ૩૮૮૭૫ દસ્તાવેજોની નોંધણી થઈ 

નોંધણી ફી અને સ્ટેમ્પ ડ્યુટી ફી ની કુલ આવક ૧૯૯ કરોડ ઉપરાંત થઈ

આણંદ, શુક્રવાર
આણંદ જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં તાલુકા મથકો ખાતે આવેલ સબ રજીસ્ટાર કચેરીઓ ખાતે અને આણંદ ખાતે જુના જિલ્લા સેવા સદન ખાતે આવેલ નોંધણી નિરીક્ષકની કચેરી ખાતે મકાન, દુકાન, ઘર, જમીનના દસ્તાવેજોની નોંધણી કરવામાં આવે છે. 

સબ રજિસ્ટ્રાર કચેરી, આણંદના નોંધણી નિરીક્ષક શ્રી આર. યુ. રાઠવાએ જણાવ્યું કે દસ્તાવેજ કરવા માટે ગરવી ૨.૦ પ્રોગ્રામમાં ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાની હોય છે, જેમાં સ્લોટ નક્કી કરેલા હોય છે, તે મુજબ દસ્તાવેજ કરવા માટે નોંધણી નિરીક્ષક સમક્ષ આવવાનું થાય છે. 

કયા તાલુકામાં કેટલા દસ્તાવેજોની નોંધણી

આણંદ જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન એટલે કે તારીખ ૦૧-૦૧-૦૨૪ થી તા.૩૧-૧૨-૨૦૨૪ દરમિયાન આંકલાવ તાલુકામાં આવેલ સબ રજીસ્ટાર કચેરી ખાતે ૧૭૫૨, ઉમરેઠ સબ રજીસ્ટાર કચેરીમાં ૨૬૬૨, ખંભાતમાં ૩૩૪૫, બોરસદમાં ૪૧૨૧, પેટલાદમાં ૩૯૮૧, તારાપુરમાં ૨૦૨૩, સોજીત્રામાં ૧૨૩૬ અને આણંદ સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે ૧૯૭૫૫ મળીને કુલ -  ૩૮૮૭૫ દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી છે.વધુમાં શ્રી રાઠવા એ જણાવ્યું કે દસ્તાવેજો ની નોંધણીથી અને સ્ટેમ્પ ડ્યુટી ની ફી પેટે આણંદ જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન થયેલ ૩૮૮૭૫ દસ્તાવેજો ની ફી પેટે સરકારને ૧૯૯ કરોડ કરતાં વધુની આવક થઈ છે.

કયા તાલુકામાં કેટલી નોંધણી ફી અને સ્ટેમ્પ ડ્યુટી ફી ની આવક

આંકલાવમાં ૧૪.૫ કરોડ, ઉમરેઠમાં ૭.૯૭ કરોડ, ખંભાતમાં ૧૨.૪૬ કરોડ, બોરસદમાં ૧૪.૨૨ કરોડ, પેટલાદમાં ૮.૫ કરોડ, તારાપુરમાં ૦૯ કરોડ, સોજીત્રામાં ૩.૪૯ કરોડ અને આણંદમાં ૧૨૮ કરોડ ઉપરાંત ની રકમ મળીને કુલ ૧૯૯ કરોડ ઉપરાંતની આવક એટલે કે નોંધણી ફી થી અને સ્ટેમ્પ ડ્યુટી ફી ની થયેલ છે, તેમ આણંદ સબ રજીસ્ટ્રાર કચેરીના નોંધણી નિરીક્ષક શ્રી રાઠવા એ વધુમાં ઉમેર્યું છે. 
***