આણંદ જિલ્લાના મહી નદી કિનારાના ચાર તાલુકાના ૨૬ ગામોને એલર્ટ કરાયા
આણંદ જિલ્લાના મહી નદી કિનારાના ચાર તાલુકાના ૨૬ ગામોને એલર્ટ કરાયા
વણાકબોરી વિયર પર કુલ ૧૧ કયુસેક પાણીનો પ્રવાહ પસાર થવાની શક્યતા
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કડાણા ડેમ તેમજ પાનમ ડેમમાંથી મહી નદીમાં પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે મહીકાંઠાના ગામોને કરાયા સાવધાન
આણંદ
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કડાણા ડેમ તેમજ પાનમ ડેમમાંથી પણ મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.જેને પગલે આણંદ જિલ્લાના મહી નદી કિનારાના ચાર તાલુકાના ૨૬ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તમામ ગામોમાં સાવચેતી અને તકેદારીના પગલાં લેવા આવી રહ્યા છે.
પાનમ જળાશયમાંથી બે લાખ કયુસેક પાણી છોડવાનું આયોજન છે. જેથી વણાકબોરી વિયર પર કુલ ૧૧ કયુસેક પાણીનો પ્રવાહ પસાર થવાની શક્યતા છે. જે ધ્યાને લઇને તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ૧૨,બોરસદના ૦૮,આણંદના ૦૪ અને ઉમરેઠ તાલુકાના ૦૨ સહિત કુલ ૨૬ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. એલર્ટ કરાયેલ ગામો નીચે મુજબ છે
આંકલાવ તાલુકાના ગામો
ચમારા,બામણગામ,ઉમેટા,ખડોલ- ઉ,સંખ્યાડ,કહાનવાડી,આમરોલ,ભાણપૂરા,આસરમા,નવાખલ,ભેટાસી વાટા,ગંભીરા
બોરસદ તાલુકાના ગામો
ગાજણા, સારોલ, ખાનપુર, નાની શેરડી, કોઠીયાખાડ, દહેવાણ, બદલપુર, વાલવોડ
આણંદ તાલુકાના ગામો
ખાનપુર, ખેરડા, આકલાવડી, રાજુપુરા
ઉમરેઠ તાલુકાના ગામો
પ્રતાપુરા, ખોરવાડ
કડાણા જળાશયમાંથી હાલમાં ૭.૫૦ લાખ કયુસેક પાણી મહિ નદીમાં છોડવામાં આવી રહ્યું છે
કડાણા જળાશયમાં ઉપરવાસમાં સ્ત્રાવ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાથી પાણી ની આવક થઇ રહેલ છે, તેમજ મહિબજાજ માથી પાણી છોડવામાં આવી રહેલ છે તથા અનાસ નદીમાં પાણીની આવક માં વધારો થઇ રહેલ છે. કડાણાબંધની સુરક્ષા તથા ઉપરવાસમાં મહિબજાજ ડેમ માથી હાલમાં ૪૪૩૯૧૦ (ચાર લાખ તેતાલીશ હજાર નવસો દસ) ક્યુસેક તથા અનાસમાંથી ૪,૩૭,૦૨૩(ચાર લાખ સાડત્રીસ હજાર તેવીસ) કયુસેક છોડવામાં આવેલ છે,જેને ધ્યાને લેતા કુલ ૮,૮૦,૯૩૩(આઠ લાખ એશી હજાર નવસો તેત્રીસ) કયુસેક પાણી ઉપરવાસમાંથી આવતા પાણીનાં પ્રવાહ ધ્યાનમાં લેતા હાલમાં કડાણા ડેમમાંથી ૭,૫૦,૦૦૦(સાત લાખ પાચાસ હજાર) કયુસેક પાણી મહિ નદીમાં છોડવામાં આવી રહેલ છે, તેને વધારી તારીખ ૧૭/૦૯/૨૦૨૩ નાં રોજ બપોરના ૧૬:૦૦ કલાકે ઉપરવાસમાથી આવતા પાણીના પ્રવાહને ધ્યાને લેતા કડાણાડેમ માંથી વધુ માં વધુ ૧૦,૫૦,૦૦૦ (દશ લાખ પચાસ હજાર) ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન છે. તેમ-કાર્યપાલક ઈજનેર કડાણા વિભાગ નં-૧,દિવડા કોલોની દ્વારા જણાવાયું છે