અમૂલે સ્પેનમાં દૂધ લોન્ચ કર્યું
અમૂલે સ્પેનમાં દૂધ લોન્ચ કર્યું
સ્પેનિશ સહકારી COVAP સાથે કરી ભાગીદારી
“અમને પ્રતિષ્ઠિત સ્પેનિશ ડેરી સહકારી સંસ્થા COVAP સાથે જોડાણ કરવાનો ખૂબ જ ગર્વ અને આનંદ છે.- શ્રી જયેન મહેતા-અમૂલના મેનેજિંગ ડિરેક્ટર
આણંદ ટુડે | આણંદ
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ)એ સ્પેન અને EUમાં અમૂલ મિલ્ક લોન્ચ કરવા માટે સ્પેનની પ્રથમ-શ્રેણીની સહકારી, કોઓપરેટિવ ગાનાડેરા ડેલ વેલ ડી લોસ પેદ્રોચેસ (Cooperativa Ganadera del Valle de los Pedroches) (COVAP) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે.
સ્પેનમાં અમૂલ મિલ્ક નું લોન્ચ કાર્યક્રમ મેડ્રિડ સ્થિત ભારતીય દૂતાવાસ ખાતે ભારતના રાજદૂત દિનેશ કે પટનાયક, નોગુએરા, આંતરરાષ્ટ્રીય સંબંધો અને સમુદાય બાબતના નાયબ નિયામક અને કૃષિ, મત્સ્યઉદ્યોગ અને ખાદ્ય મંત્રાલયના શ્રી ડી. ફર્નાન્ડો હેરેડિયા, COVAP ના પ્રમુખ શ્રી રિકાર્ડો ડેલગાડો વિઝકૈનો અને અમૂલ અને તેના ચેનલ પાર્ટનર્સની હાજરીમાં યોજાયું હતું.
36 લાખ ડેરી ખેડૂતો સાથે અમૂલ વિશ્વની સૌથી મોટી ખેડૂત માલિકીની ડેરી સહકારી સંસ્થા છે. અમૂલ બ્રાન્ડને વિશ્વની સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ અને ભારતની સૌથી મોટી ગ્રાહક ઉત્પાદન જૂથ બ્રાન્ડ તરીકે રેટિંગ આપવામાં આવ્યું છે જેનું રૂપિયા 94 હજાર થી વધુ છે અને તે દર વર્ષે 1200 કરોડ લિટર થી વધુ દૂધ નું સંચાલન કરે છે.
અમૂલ વિશ્વની 8મી સૌથી મોટી દૂધ પ્રોસેસર સંસ્થા પણ છે (IFCN દ્વારા રેન્કિંગ), તે ભારતમાં 112 ડેરી પ્લાન્ટ ચલાવે છે જેની પ્રતિ દિવસ કુલ દૂધ હેન્ડલિંગ ક્ષમતા 4.2 કરોડ લિટર છે.
COVAP એ સ્પેનની પ્રથમ-શ્રેણીની સહકારી સંસ્થા છે, જેની સ્થાપના વર્ષ 1959માં કોર્ડોબાના પોઝોબ્લાન્કોમાં થઈ હતી. 2,000 થી વધુ સક્રિય ખેડૂત-સભ્યો સાથે, COVAP એ એન્ડાલુસિયાના કૃષિ-ખાદ્ય ક્ષેત્રનો આધારસ્તંભ છે. તેના યુરોપના સૌથી અદ્યતન ડેરી પ્લાન્ટમાં વાર્ષિક 40 કરોડ લિટરથી વધુ દૂધનું પ્રોસેસિંગ થાય છે. COVAP યુએસ, યુકે અને વિવિધ એશિયન બજારો સહિત 30 થી વધુ દેશોમાં નિકાસ કરે છે.
આ ભાગીદારી દ્વારા, અમૂલ દૂધ શરૂઆતમાં મેડ્રિડ, બાર્સેલોનામાં લોન્ચ કરવામાં આવશે, અને ત્યારબાદ પોર્ટુગલના માલાગા, વેલેન્સિયા, એલિકેન્ટે, સેવિલે, કોર્ડોબા અને લિસ્બનમાં લોન્ચ કરવામાં આવશે. ભવિષ્યમાં, અમૂલ જર્મની, ઇટાલી અને સ્વિટ્ઝર્લૅન્ડ જેવા દેશોમાં પણ દૂધ અને અન્ય ઉત્પાદનો લોન્ચ કરવાની યોજના ધરાવે છે.
અમૂલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જયેન મહેતાએ જણાવ્યું હતું કે, “અમને પ્રતિષ્ઠિત સ્પેનિશ ડેરી સહકારી સંસ્થા COVAP સાથે જોડાણ કરવાનો ખૂબ જ ગર્વ અને આનંદ છે. આ જોડાણથી ખાતરી કરીએ છીએ કે અમારા બધા સ્પેનિશ ગ્રાહકો અમૂલ દૂધના ગુણોથી પોષિત અને પ્રોત્સાહિત થશે. પ્રથમ વખત અમૂલ ફ્રેશ મિલ્ક યુરોપમાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે. અમારા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અમૂલને વૈશ્વિક ડેરી બ્રાન્ડ બનાવવાના વિઝનને અનુરૂપ, ભારતનો સ્વાદ વિશ્વ સમક્ષ લાવવાનો અમને ખૂબ આનંદ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2025ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ જાહેર કરાયેલ છે ત્યારે અમૂલ ખાતે અમને વિશ્વાસ છે કે, અમારી ટીમ અમૂલ બ્રાન્ડને વિશ્વભરના દરેક ભારતીયની નજીક લાવશે અને સહકારી સંસ્થાઓ વચ્ચે સહકારની શક્તિ પ્રદર્શિત કરશે.”
COVAP ના પ્રમુખ રિકાર્ડો ડેલગાડો વિઝકૈનોએ કહ્યું કે,"અમૂલ સાથેની આ ભાગીદારી અમને સ્પેનમાં તેમની બ્રાન્ડ વિકસાવવામાં મદદ કરશે, જેનાથી માત્ર અમારા ડેરી ખેડૂત સભ્યોને જ નહીં પરંતુ ભારતને પણ લાભ થશે. આ સહયોગ COVAP ટેકનોલોજી ક્ષમતા સાથે ઉચ્ચ-ગુણવત્તાના દૂધ ધરાવતા અમૂલ બ્રાન્ડને ઝડપથી વિકસાવશે, અને પ્રીમિયમ ડેરી ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અપાવશે."