IMG-20240501-WA0073

ડી.એન. હાઈસ્કૂલ, આણંદ ખાતે પોલીસ, હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના કુલ ૧૩૪૭ જેટલા જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ

ડી.એન. હાઈસ્કૂલ, આણંદ ખાતે પોલીસ, હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના કુલ ૧૩૪૭ જેટલા જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ

આણંદ,
 લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના કર્મીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે આયોજન કર્યું છે. 

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ડી.એન. હાઇસ્કૂલ,આણંદ ખાતે યોજાયેલ પોસ્ટલ બેલેટના મતદાનમાં  ૭૨૩ જેટલા પોલીસના જવાનો,   ૫૧૫ જેટલા હોમગાર્ડના અને ગ્રામ રક્ષક દળના જવાનો અને ૧૦૯ જેટલા એસ.ટી. વિભાગમાં ફરજ બજાવતા  કંડકટર અને ડ્રાઇવર મળીને  કુલ-૧૩૪૭ જેટલા કર્મીઓએ મતદાન કર્યુ  હતું.તેમ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે.
-૦-૦-૦-