ખેડા જિલ્લાના ત્રણ દીવ્યાંગ રમતવીરોની પેરા એશિયન ગેમ્સ ૨૦૨૩માં પસંદગી કરવામાં આવી
ખેડા જિલ્લાના ત્રણ દીવ્યાંગ રમતવીરોની પેરા એશિયન ગેમ્સ ૨૦૨૩માં પસંદગી કરવામાં આવી
ત્રણેય ખેલાડીઓ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે
ખેડા જિલ્લાના DSDO શ્રી ડૉ. મનસુખ તાવેથિયાની એશિયન ગેમ્સ–૨૦૨૩ના કોચ તરીકે પસંદગી
આણંદ ટુડે I નડિયાદ,
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નડિયાદ હાઈ પર્ફોમન્સ સેન્ટર ખાતે પેરા એથ્લેટિક્સ રમતમાં ખાસ કિસ્સા માં તાલીમ મેળવી રહેલા ત્રણ દીવ્યાંગ રમતવીરોની પેરા એશિયન ગેમ્સ – ૨૦૨૩ માં પસંદગી થયેલ છે. જેમાં મીત પટેલ : T-42/44 100 મીટર દોડ, લાંબી કૂદ; જગદીશભાઇ પરમાર : T-11 લાંબી કૂદ, દેવિકા મલિક: T- 37_100 મીટર દોડ, 200 મીટર દોડમાં પસંદગી પામેલ છે. ઉપરાંત આ ત્રણેય ખેલાડીઓને ખાસ કિસ્સા માં તાલીમ આપનાર ખેડા જિલ્લાના DSDO શ્રી ડૉ. મનસુખ તાવેથિયાની પણ એશિયન ગેમ્સ – ૨૦૨૩ના કોચ તરીકે પસંદગી કરવામાં આવી છે.
હેંગઝોઉં(ચીન) ખાતે ૨૨ થી ૨૮ ઓક્ટોમ્બર ૨૦૨૩ દરમિયાન પેરા એશિયન ગેમ્સ નું આયોજન થશે. જેમાં આ ત્રણેય ખેલાડીઓ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે.