નડીઆદના આંગણે વલ્લભકુળ પરંપરા શુભ વિવાહ-લગ્ન પ્રસ્તાવ માણવાનો અલૌકિક અને દિવ્ય આનંદ માણવાનો અવસર
નડીઆદના આંગણે વલ્લભકુળ પરંપરા શુભ વિવાહ-લગ્ન પ્રસ્તાવ માણવાનો અલૌકિક અને દિવ્ય આનંદ માણવાનો અવસર
શ્રી ગોકુલનાથજી મંદિર, નડીઆદના પિઠાધિશ્વરશ્રીની દોહિત્રીનો તા. ૧૫-૧૬-૧૭ ત્રિદિવસીય વિવાહ-લગ્ન પ્રસ્તાવ
વિવાહ-લગ્ન પ્રસ્તાવ નિમિત્તે વિવિધ મનોરથોનું આયોજન
વૈષ્ણવો પૂ. ગુરૂદેવના આંગણે આયોજિત શુભ પ્રસંગનો અલૌકિક અને દિવ્ય આનંદ માણવા હૃદયથી સજ્જ
વૈષ્ણવ સૃષ્ટિને અલૌકિક અને દિવ્ય અવસરનો આનંદ માણવા આમંત્રણ
આણંદ ટુડે |નડીઆદ,
નડીઆદના શ્રી ગોકુલનાથજી મંદિરના ગૃહ તિલકાયત શ્રી શુધ્ધાદ્વૈત વાચસ્પતિ પીઠાધિશ્વર ગો.૧૦૮ શ્રી વ્રજરત્નલાલજી મહારાજશ્રીના દોહિત્રી એવં અ.સૌ. ચિત્રલેખા બેટીજી અને શ્રી સુધાંશુ લાલજીના પુત્રી વ્રજાંગના લાલીજીના શુભ વિવાહ પ્રસ્તાવની સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિથી ઉત્સુકતાથી રાહ જોઈ રહી છે.
તદ્દઅનુસાર વ્રજાંગના લાલીજીનો શુભ વિવાહ તા. ૧૫ થી તા. ૧૭ ફેબ્રુઆરીના ત્રિદિવસીય વિવાહ-લગ્ન-પ્રસ્તાવ દરમિયાન પૂ.ગુરુદેવના આંગણે એટલેકે, ડાકોર રોડ ઉપર આવેલા માધવબાગ ખાતે યોજાનાર છે. આ શુભ વિવાહ-લગ્ન પ્રસ્તાવનો સર્વે વૈષ્ણવો અલૌકિક અને દિવ્ય આનંદ માણવા હૃદયથી સજ્જ થઇ ગયા છે.
શુભ વિવાહ-લ્ગન પ્રસ્તાવ નિમિત્તે વલ્લભકુળ પરંપરા અનુસાર તા. ૧૧મીના રોજ સાંજના શ્રી ગોકુલનાથજી મંદિર ખાતે વિવાહ મનોરથ યોજાશે. આ વિવાહ ખેલ મનોરથ પુષ્ટિમાર્ગમાં જીવ કે આત્માના પરમાત્મા સાથેના મિલનને લગ્ન સ્વરૂપે એક આત્મીય જોડાણ તરીકે નિરૂપણ કરવામાં આવ્યું છે. જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ સેવાની ભાવનાને સાધનાના હાર્દમાં રાખી છે અને તેની અભિવ્યક્તિની ઝાંખી વિવિધ મનોરથો કરાવે છે. આવો જ એક દિવ્ય મનોરથ છે વિવાહ ખેલનો જેમાં પ્રભુજીને સોહામણા વરરાજા તરીકે કલ્પીને સમસ્ત વૈષ્ણવો જાનૈયા બનવાનો હરખ કરે છે.
આજ પરંપરાના ભાગરૂપે તા.૧૩મીના રોજ મંદિરમાં સાંજના શયનમાં બડો કુનવારા મનોરથના અલૌકિક દર્શન થશે.
આ બંને મનોરથો બાદ તા. ૧૫/૨/૨૫ના રોજથી ડાકોર રોડ ઉપર આવેલા માધવબાગ ખાતે શુભ વિવાહ લગ્ન પ્રસ્તાવનો પ્રારંભ થશે. જે અનુસાર તા. ૧૫/૨/૨૫ના રોજ સવારના ૯ કલાકે ગણેશ સ્થાપના અને સાંજના ૭-૦૦ કલાકે નિશ્ચલ તાંબુલ. તા. ૧૬/૨/૨૫ના રોજ સવારના ૯ કલાકે વૃધિની સભા અને કુલદેવતા સ્થાપન અને સાંજના ૭-૦૦ કલાકે શુભ વિવાહ સંપન્ન થશે. જયારે તા. ૧૭/૨/૨૫ના રોજ બપોરના ૧૨-૦૦ કલાકે બડી પઠોની (વિદા) અને કુલદેવતા વિસર્જન ગંગાપુજી સાથે વ્રજાંગના લાલીજીને વિદાયમાન આપવામાં આવશે. આ અવસરે વલ્લભકુળ પરિવારના વૈષ્ણવાચાર્યો અને બાલકો પધારનાર હોઇ વૈષ્ણવ સૃષ્ટિને આ વલ્લભકુળ પરિવારના દર્શનનો પણ અલૌકિક અને દિવ્ય અસવર પ્રાપ્ત થશે.
આ સમસ્ત શુભ વિવાહ-લગ્ન પ્રસ્તાવનો સમસ્ત વૈષ્ણવ સૃષ્ટને અલૌકિક, દિવ્ય અને ભવ્ય અસરનો આનંદ માણવા શુધાદ્વૈત વાચસ્પતિ પીઠાધિશ્વર પૂ.ગો.૧૦૮ શ્રી વ્રજરત્નલાલજી મહારાજ, પૂ. ચિ. ગોકુલોત્સવજી મહોદય અને શુભ વિવાહ પ્રસ્તાવ સમિતિ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
--------