ચરોતરમાં ઈસુના પુનરુત્થાનનું પર્વ ઈસ્ટરની શ્રદ્ધાપૂર્વક ઉજવણી
ચરોતરમાં ઈસુના પુનરુત્થાનનું પર્વ ઈસ્ટરની શ્રદ્ધાપૂર્વક ઉજવણી
ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચ, નડિયાદ ખાતે ધર્મજનોએ ચર્ચમાં ભેગા થઈ સામૂહિક પ્રાર્થના કરીને એકમેકને”હેપ્પી ઈસ્ટર”ની શુભેચ્છા પાઠવી
આણંદ ટુડે | નડિયાદ
ગુડફ્રાઈડે બાદ પ્રથમ આવતા રવિવારને ખ્રિસ્તી બિરાદરો ઈસ્ટર ડે તરીકે ઉજવે છે.ચરોતરના આણંદ-ખેડા જીલ્લાના ચર્ચોમાં ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનને વધાવી સજીવન થયેલા ઈસુ ખ્રિસ્તના માનમાં ઈસ્ટર સસન્ડેની ખ્રિસ્તયજ્ઞ અને પ્રાર્થનાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચ, નડિયાદ ખાતે ધર્મજનોએ ચર્ચમાં ભેગા થઈ સામૂહિક પ્રાર્થના કરીને એકમેકને”હેપ્પી ઈસ્ટર”ની શુભેચ્છા પાઠવી હતી.
ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચ ખાતે કેથોલિક ધર્મગુરુ ફાધર જોસેફ અપ્પાઉએ જણાવ્યું હતું કે,ઈસુનું પુનરુત્થાન મૃત્યુ પછીના જીવનની બાંહેધરી છે.મૃત્યુ પછી પણ જીવન છે.આવો,આ જીવનને સાર્થક કરી મૃત્યુ પછીના જીવનને સજાવીયે.સંઘર્ષ આવે તેમાંથી શીખવાની જરૂર છે.ઈસુએ મૃત્યુ ઉપર વિજય મેળવી આપણને નવજીવનના અનેક પાઠ શીખવ્યા છે.
ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચના સહસભાપુરોહિત ફાધર ફ્રાન્સીસે ધર્મબોધમાં જણાવ્યું હતું કે,‘ઈસ્ટર’ એટલે પ્રભુ ઈસુને ગુડ ફ્રાઈડેના પર્વે શૂળી પર ચડાવી દેવાયા બાદ ત્રીજે દિવસ પછી રવિવારે પ્રભુ ઈસુના પુનરુત્થાનનો દિવસ ‘ઈસ્ટર સન્ડે’ તરીકે ઉજવવામાં આવે છે.ગુડ ફ્રાઇડેના દિવસે ઇસુને ક્રોસે જડી દેવાયા હતા.ત્યારબાદ ત્રીજા દિવસે એટલે કે રવિવારે તેઓ ફરીથી સજીવન થઇને આવે છે. તેથી અનુયાયીઓ રવિવારને ઇસ્ટર સન્ડે તરીકે મનાવે છે.આપણે આપણી જાતને બદલી પ્રભમય બનવું જોઈએ.
ફાધર ફાધર નટુએ સહુને ઇષ્ટર સન્ડેની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે,અનંત જીવન માટે મક્કમ બનો,ઇસુનો માર્ગ પસંદ કરો.કષ્ટમય સમય પછી આનંદનો માર્ગ છે જ.ઇસુએ કહેલું કે જીવન અને પુર્નજીવન હું છું. મારા જે વિશ્વાસ રાખે ક્યારેય મરતો નથી.
આજે વિવિધ ચર્ચોમાં ઇસ્ટરનાં ખ્રિસ્ત યજ્ઞમાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી પ્રાર્થના અને સંદેશ દ્વારા ઇસુ પુનરુત્થાનની ઉજવણી કરી હતી.ઈસ્ટર ડે ના દિવસે ઈસુ ખ્રિસ્ત પુન: સજીવન થયા હોઈ આ દિવસ આનંદથી ઉજવવામાં આવે છે.
પેરિસ કાઉન્સિલના ઉપપ્રમુખ મનોજ મકવાણા, સેક્રેટરી અંકિતા પરમાર સહીત તમામ સભ્યો, યુથ ગૃપ, ધર્મજનોએ સુંદર સેવાઓ બજાવી સહકાર આપ્યો હતો.