નડિયાદ ખાતે શ્રદ્ધાપૂર્વક કેથોલિક પુરોહિત દીક્ષા સમારંભ યોજાયો
નડિયાદ ખાતે શ્રદ્ધાપૂર્વક કેથોલિક પુરોહિત દીક્ષા સમારંભ યોજાયો
આણંદ ટુડે | નડિયાદ
ડાયોસીસ ઓફ અમદાવાદના ચાર ડીકકનની પુરોહિત દીક્ષા વિધિ આર.સી. મિશન શાળા, ડભાણ ખાતે ભક્તિભાપૂર્વક યોજાવામાં આવી હતી. આ પ્રસંગે બિશપ રત્ના સ્વામીએ દીક્ષા અર્પી આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે દીક્ષા મેળવનાર ફાધર કેલ્વિન સાયમન , ફાધર નિકુંજ પરમાર,ફાધર સંજય પરમાર, ફાધર ઈગ્નેશીયસ પ્રમોદના પરિવારનો પરિચય અને આવકાર ફાધર પ્રદીપે આપ્યો હતો. જેમનું ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચ, મિશન રોડ પરિવારના સભાપુરોહિત ફાધર જોસેફ અપ્પાઉ, ફાધર નટુ, ફાધર ફ્રાન્સસ,ઉપપ્રમુખ મનોજ મકવાણા, સેક્રેટરી અંકિતા પરમાર સહીત પેરિસ કાઉન્સિલ સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.
વિકર જનરલ ફાધર વોલ્ટરે સુંદર પ્રેરક ધર્મબોધ દ્વારા કર્મ, ધર્મ અને શ્રદ્ધની સમજ આપી હતી. બિશપ રત્ના સ્વામીએ ચાર નવપુરોહિતોને ધાર્મિક પરંપરા મુજબ દીક્ષા અર્પી કેથોલિક ધર્મગુરુ તરીકે સેવારત બનવા, ખ્રિસ્યજ્ઞ સહીત ધર્મકાર્યો માટે અનુમતિ આપી શુભેચ્છાઓ આપી હતી. ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ધર્મગુરુઓ, સિસ્ટરો, ધર્મજનોએ પણ નવ દીક્ષિત ધર્મગુરઓને પુષ્પહાર, શોલ, ભેટ અર્પી અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્મનું સુંદર આયોજન સંચાલન અમદાવાદ ડાયોસીસના માર્ગદર્શન હેઠળ ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચ, મિશન પરિવાર નડિયાદ દ્વારા કરવામાં આવ્યું હતું .
અંતે નવ દીક્ષિત ફાધરો ફા. કેલ્વિન સાયમન , ફા. નિકુંજ પરમાર,ફા. સંજય પરમાર, ફા. ઈગ્નેશીયસ પ્રમોદના
એ તમામનો આભાર માન્યો હતો.