IMG-20221109-WA0007(1)

સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલધામમાં બસો કરોડના ખર્ચ અલૌકીક અક્ષરભુવનનું નિર્માણ કરાશે.

 

સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલધામમાં બસો કરોડના ખર્ચ  અલૌકીક અક્ષરભુવનનું નિર્માણ કરાશે.

અક્ષરભૂવનના પાયાની પ્રથમ શીલા , આચાર્ય મહારાજ અને વડિલ સંતોના હસ્તે પ્રસ્થાપિત કરવામાં આવી

વડતાલ 
આપણા જીવનકાળમાં આ કાર્ય થઈ રહ્યું છે તે આપણુ સૌભાગ્ય છે અવુ કહીને દાતાઓ અને કાર્યકર્તાઓને બિરદાવીને આચાર્ય મહારાજે શિલાપૂજન કર્યુ . આજરોજ રૂપિયા બસો કરોડના ખર્ચ નિર્માણ થનાર અલૌકીક અક્ષરભુવનના પાયાની પ્રથમશીલા પ્રસ્થાપિત કરવામાં આવી. ચુનો રેતી કપચી અને ક્વોરી ડસ્ટના મિશ્રણ સાથે પાયામાં ત્રણ ફુટનું એક મજબૂત લેયર તૈયાર કરવામાં આવ્યું છે , ત્યારબાદ કાર્તકી સમૈયાની સમાપ્તિ અને ચંદ્ર ગ્રહણની પૂર્ણાહુતિ પ્રસંગે આ જાહેરાત કરવામાં આવી અને તા ૯-૧૧-૨૨ના રોજ પાયાની પ્રથમશીલા પ્રસ્થાપિત કરવામાં આવી . આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજ , જ્ઞાનજીવન સ્વામી કુંડળધામ , ચેરમેન દેવપ્રકાશ સ્વામી , મુખ્ય કોઠારી ડો સંત સ્વામી , નૌતમ સ્વામી - બાપુ સ્વામી , ગોવિંદ સ્વામી - મેતપુરવાળા, બાલમુકુંદ સ્વામી - સરધાર  વગેરે સંતો , મહેન્દ્રભાઈ વગેરે ટ્રસ્ટીઓ અને દાતાઓના હસ્તે શિલાપૂજન કરવામાં આવેલું . મંદિરના પુરોહિત ધીરેન મહારાજે પૂજાવિધિ કરાવી .શ્યામ સ્વામીએ સમગ્ર વ્યવસ્થા કરી હતી અને આર્કીટેક ચિરાગ , પ્રોજેકટ ઈનેચાર્જ ચિંતન પટેલ , સ્ટ્રક્ચર ડીજાઈનર સ્નેહલ પટેલ કેનેડા વગેરે ટીમના સભ્યોએ પણ સારો સહયોગ આપ્યો હતો. પૂજન પૂર્વે જ્ઞાનજીવન સ્વામીએ આ મ્યુજીયમના માધ્યમે સ્વામિનારાયણ ભગવાનનું જીવન અને સંદેશ વિશ્વ વ્યાપી બને , એવી ભાવના વ્યક્ત કરીને કહ્યું હતું કે, આ કાર્ય કોણ કરી રહ્યું છે તેના કરતા કેવુ સારૂ થઈ રહ્યું છે , આ ભાવના અતિશય મહત્વની છે. અંતમાં આચાર્ય મહારાજે આશીર્વાદ પાઠવતા કહ્યું હતું કે, આપણા સમયમાં આ કાર્ય થઈ રહ્યું છે , તે આપણું સૌભાગ્ય છે. આપણે તમ મન ધનથી યથાશક્તિ સહયોગ કરીશું . આ પ્રસંગે ભાર્ગવ રાવ પૂર્વ ટ્રસ્ટી , ભાવેશ પટેલ ન્યુયોર્ક , યોગેશ પટેલ શીકાગો , ભુપેન્દ્ર પટેલ ભરૂચ  વગેરે અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે.