આણંદ જિલ્લા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ બેચરીના ખેડૂતને અપાશે.
આણંદ જિલ્લા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ બેચરીના ખેડૂતને અપાશે.
જિલ્લા કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ માટે કેપ્સીકમ મરચામાં પ્રાકૃતિક ખેતી કરનાર ઉમરેઠ તાલુકાના બેચરી ગામના ભગવદભાઈ નારણભાઈ પટેલની પસંદગી
તાલુકા કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ માટે આણંદ જિલ્લાના ૧૦ ખેડૂતોની પસંદગી
જિલ્લા કક્ષાના એવોર્ડ વિજેતા ખેડૂતને રૂપીયા ૨૫,૦૦૦ અને તાલુકા કક્ષાના એવોર્ડ વિજેતા ખેડૂતને રૂપીયા ૧૦,૦૦૦ આપી બહુમાન કરવામાં આવશે.
આણંદ ટુડે I આણંદ,
આગામી તારીખ ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવ- ૨૦૨૩ યોજાનાર છે. જેમાં મહાનુભાવોના હસ્તે બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ જિલ્લા કક્ષાના એવોર્ડ વિજેતા ખેડૂતને રૂપીયા ૨૫,૦૦૦ અને તાલુકા કક્ષાના એવોર્ડ વિજેતા ખેડૂતને રૂપીયા ૧૦,૦૦૦ આપી બહુમાન કરવામાં આવનાર છે.
આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ માટે કેપ્સીકમ મરચામાં પ્રાકૃતિક ખેતી કરનાર ઉમરેઠ તાલુકાના બેચરી ગામના ભગવદભાઈ નારણભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે, જેમને રૂપીયા ૨૫,૦૦૦ પુરસ્કાર તરીકે આપી તેમનું બહુમાન કરવામાં આવશે. તેવી જ રીતે જિલ્લાના ૧૦ તાલુકા કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા ખેડૂતોનું રૂપીયા ૧૦,૦૦૦ પુરુષકાર આપી અને મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવશે.
તાલુકા કક્ષાના એવોર્ડ માટે પસંદગી પામેલ ખેડૂત
ઉમરેઠ તાલુકાના હમીદપુરા ગામના રૂપલબેન સંજયભાઈ પટેલ કે જેમને આદર્શ પશુપાલન માટે,
ઉમરેઠ તાલુકાના બેચરી ગામના ભરતભાઈ કાંતિભાઈ પટેલને ગુલાબ અને લેમન હજારીની વૈજ્ઞાનિક ખેતી માટે,
ઉમરેઠ તાલુકાના અરડી ગામના રયજીભાઈ કાભાઈભાઈ પરમારને ડાંગર પાકમાં પ્રાકૃતિક ખેતી માટે,
બોરસદ તાલુકાના દાવોલ ગામના ગોપાલભાઈ નરેન્દ્રભાઈ પઢીયાર ને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી બાજરી પાકની ખેતી માટે,
ખંભાત તાલુકાના વડગામ ગામના ઈશ્વરભાઈ ઉદાભાઈ જાદવને પ્રાકૃતિક કૃષિ ઘઉં પાક માટે,
ખંભાત તાલુકાના પીપળોઇ ગામના મનુભાઈ પરસોત્તમભાઈ મકવાણાને પ્રાકૃતિક કૃષિ ડાંગર પાક માટે,
આંકલાવ તાલુકાના કોસીન્દ્રા ગામના કોકીલાબેન રણજીતસિંહ પઢીયાર ને આદર્શ પશુપાલન માટે,
આણંદ તાલુકાના ગામના કાંતિભાઈ રામાભાઈ પટેલને મરચી પાકમાં પ્રાકૃતિક ખેતી માટે,
આણંદ તાલુકાના રાહ તળાવ ગામના કિરીટભાઈ સોમાભાઈ સોઢા પરમારને આદર્શ પશુપાલન માટે
સોજીત્રા તાલુકાના ગાડા ગામના પારૂલબેન અલ્પેશભાઈ પટેલને પશુપાલન માટે તાલુકા કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે, જે દરેકને રૂપીયા ૧૦,૦૦૦ નું પુરસ્કાર આપી મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવશે.
(પ્રતિકાત્મક તસ્વીર સોર્સ બાય google)
********