IMG-20230427-WA0013

ચરોતરમાં ડી.એલ.એડ પરીક્ષાનો પ્રારંભ

ચરોતરમાં ડી.એલ.એડ પરીક્ષાનો પ્રારંભ

નડીઆદ
 ખેડા-આણંદ જિલ્લા સહિત સમગ્ર  ચરોતર પંથકમાં ડી.એલ.એડ(પી.ટી.સી)ના પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો છે.શિક્ષક બનવા માટેની તાલીમ આપતી 8 જેટલી સંસ્થાઓના વિધાર્થીઓ પરીક્ષા આપશે.

 નડિયાદની સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિર ખાતે પરીક્ષાર્થીઓને પેન, ચોકલેટ, પુષ્પ,કંકુ તિલક દ્વારા અભિવાદન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
 આ પ્રસંગે સંસ્થાના મંત્રી ભગવતીબેન પંડ્યા તથા કેમ્પસ ડાયરેક્ટર નલીનભાઈ જોશીએ વિદ્યાર્થીનીઓ શાંતિપૂર્વક અને સફળતમ રીતે પરીક્ષા આપે તે માટે આશીર્વાદ આપ્યા હતા.

 સંસ્થાના આચાર્ય ડૉ. પ્રીતિબેન રાઠોડ એ તાલીમાર્થીઓને નિશ્ચિત રીતે પરીક્ષા આપવા તેમજ પરીક્ષામાં રાખવાની કાળજીઓ વિશે માહિતી આપી હતી. સંસ્થાના કર્મચારીઓ અધ્યાપકોએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.