નડિયાદની સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિર બન્ને વર્ષના 100% પરિણામ સાથે અગ્રેસર
ડી.એલ એડ નું પરીણામ જાહેર થયું
નડિયાદની સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિર બન્ને વર્ષના 100% પરિણામ સાથે અગ્રેસર
સફળતાનું રહસ્ય: મોબાઈલને તિલાંજલિ અને ઉત્તમ વાતાવરણ સહિતનું શિક્ષણ
નડીઆદ
શિક્ષકો બનવા માટેનો અભ્યાસ ડી.એલ એડનું પ્રથમ અને બીજા વર્ષનું પરીણામ જાહેર થતાં નડિયાદની વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રી સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિરે બન્ને વર્ષમાં 100% પરિણામ મેળવી અનોખી સિદ્ધિ મેળવી છે.
સંસ્થાના આચાર્ય ડો.પ્રીતિ રાઠોડે જણાવ્યુ હતુંકે,"સરદાર વલ્લભભાઇ સ્ત્રી અધ્યાપન મંદિર ગાંધી, સરદારના મૂલ્યોને જીવંત રાખી અધ્યાપન કાર્ય કરાવી રહી છે.ભાવિ શિક્ષિકાઓ તૈયાર કરતી સંસ્થામાં આયોજનબધ્ધ મૂલ્ય અને જ્ઞાનલક્ષી તાલિમ આપવામાં આવતી હોય પ્રથમ વર્ષમાં 125 દીકરીઓએ શિક્ષિકા બનવા એડમિશન લીધું છે. બીજા વર્ષમાં સુથાર રિદ્ધિબેન અશોકકુમાર ૯૧.૫૦%,
બારીઆ હિરલબેન યોગેન્દ્રકુમાર ૯૧.૧૬%,પટેલ કિંજલબેન અરવિંદકુમાર ૯૦.૬૬%,બારીયા જિનલબેન રમેશભાઇ ૯૦.૫૦%,ઠાકોર પ્રિયંકાબેન રમણસિંહ ૯૦.૧૬% સાથે ટોપ પાંચમા સ્થાન મેળવ્યું છે.
પ્રથમ વર્ષમાં ડાભી કોમલબેન દશરથસિંહ ૮૯.૫૫%,બારીઆ અપેક્ષા શૈલેષકુમાર ૮૮.૫૦%,ચૌહાણ આશાબેન શિવાભાઇ ૮૮.૨૦%,સોઢાપરમાર હીનાબેન'રાજેશભાઇ ૮૮.૨૦%,સોલંકી જાનકીબેન ચંદ્રસિંહ ૮૮.૦૫%,
ચૌહાણ ભાવિકાબેન ભરતભાઇ ૮૭.૭૬%,સોલંકી હિરલ રામસિંહ ૮૭.૭૬% સાથે સંસ્થામાં ટોપ પાંચ માં સ્થાન મળેવ્યું છે.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દિનશા પટેલ,મંત્રી ભગવતીબેન પંડ્યા,ડાયરેક્ટર નલિનભાઈ જોશી સંસ્થાના આચાર્ય,અધ્યાપકોએ વિધાર્થીનીઓની સિધ્ધિઓ બિરદાવી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.
દિવસના 6 કલાક મહેનત અને મોબાઈલને તિલાંજલિ
વિધાર્થીકાળમાં મોબાઈલ વિધાર્થીઓનો મહતમ સમય ખાઈ જાય છે, સાથે આંખો અને મન બગાડતો જાય.મેં મોબાઈલને બે વર્ષ તિલાંજલિ આપી તેનું પરિણામ મળ્યું. એમ પણ અમારી સંસ્થા અને હોસ્ટેલમાં મોબાઈલ પ્રતિબંધ છે. દૈનિક 7 કલાક વાંચતી હતી. ટીવી ક્યારેક જોતી હતી.
-સુથાર રિદ્ધિબેન
ગાંધી-સરદાર મૂલ્યો સ્પર્શી ગયા
અમારા કેમ્પસમાં પ્રવેશો એટલે તમને અલગ જ ફીલિંગ થાય. મારા પરિણામમાં મારા અધ્યાપકો અને સંસ્થાનું વાતાવરણ જવાબદાર છે. અમારા અધ્યાપકો પણ ખાદી પહેરે અને એવું જ ઉત્તમ જ્ઞાન આપે જે અમને સ્પર્શી ગયા. શિક્ષિકા બની આ મૂલ્યો મારી શાળા અને ગામમાં પ્રસરાવીશ.
-બારીઆ હિરલબેન