મહુધા તાલુકાના ઉંદરા ગામે રૂ. ૧ કરોડથી વધુના ખર્ચે પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ બનશે
મહુધા તાલુકાના ઉંદરા ગામે રૂ. ૧ કરોડથી વધુના ખર્ચે પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ બનશે
મહુધાના ધારાસભ્યશ્રી સંજયસિંહ મહિડાના વરદ હસ્તે પ્રાથમિક શાળાના નવીન મકાનનું ખાતમુહુર્ત કરાયું
આણંદ ટુડે I મહુધા (તસવીર-રાજેન્દ્ર ગોહેલ)
ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આવેલ ઉંદરા ગામે તા.18/11/2023ને શનિવારને લાભપાંચમના શુભ દિવસે પ્રાથમિક શાળા ઉંદરાનુ 1-કરોડ 10 લાખના ખર્ચે તૈયાર થનાર નવીન મકાનનું ખાતમુહૂર્ત ૧૧૮ મહુધા વિધાનસભાના ધારાસભ્યશ્રી સંજયસિંહ મહિડાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ શુભ પ્રસંગે પૂર્વ જીલ્લા કારોબારી સભ્યશ્રી જયંતીભાઈ સોઢા,જીલ્લા ભાજપ સંગઠન ઉપપ્રમુખશ્રી નટુભાઈ સોઢા,મહુધા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિશ્રી મુકેશભાઈ દરબાર,સંગઠન પ્રમુખશ્રી રમેશભાઈ સોઢા,ઉંદરા સરપંચશ્રીના પ્રતિનિધિ,ગ્રામ પંચાયત સભ્યોશ્રી,મહુધા શહેર સંગઠન પ્રમુખશ્રી રૂપેશભાઈ રાઠોડ,મહામંત્રી વિક્રમસિંહ રાઉલજી,પૂર્વ પ્રમુખશ્રી અર્જુનસિંહ વાઘેલા, તાલુકા સભ્યશ્રીઓ,લક્ષ્મણસિંહ સોઢા,મુકેશસિંહ સોઢા, ચિરાગસિંહ સોઢા,તથા ભાજપ કાર્યકર્તા સામંતસિંહ સોઢા,લાલસિંહ,અમિતસિંહ,દેવેન્દ્રસિહ,નરેશભાઈ શાહ,તોરણીયા સરપંચશ્રી, પ્રાથમિક શાળા ઉંદરા smc અધ્યક્ષ-સમિતિ તેમજ શાળાના આચાર્ય ભાવેશભાઈ અને હાઈસ્કૂલના આચાર્ય બુધાભાઈ તેમજ શાળા પરિવાર,ટી.આર.પી.,સમસ્ત ઉંદરા ગામના વડીલો,યુવા મિત્રો,વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.