cows_feeding

ઉત્તરાયણ પર્વએ આટલું ધ્યાન રાખીએ, પશુઓ લાડુ, ગોળ, અનાજ અને લીલોચારો વધુ માત્રામાં ખાઇ જાય તો તેમના માટે જીવલેણ બની શકે છે

ઉત્તરાયણ પર્વએ આટલું ધ્યાન રાખીએ..

પશુઓ લાડુ, ગોળ, અનાજ અને લીલોચારો વધુ માત્રામાં ખાઇ જાય તો તેમના માટે જીવલેણ બની શકે છે

પશુઓને લીલાચારાની જગ્યાએ સુકા ચારાનું નિરણ કરવું જોઇએ

આણંદ, 

ઉત્તરાયણનો પર્વ પંતગોત્સવ સાથે સાથે દાન-ધર્મ કરવાનો ભાવ પણ છે. આ દિવસે નાગરિકો દ્વારા પોતાની યથાશક્તિ અનુસાર પશુઓને લાડું, ગોળ, અનાજ તથા લીલોચારો ખવડાવવામાં આવે છે. આ પ્રકારનો ખોરાક પશુઓનો રોજિંદો ખોરાક ન હોવાથી અને વધુ માત્રામાં પશુઓ આ ખોરાક ખાઇ જાય તો આફરો, અપચો, એસીડોસીસના પ્રશ્નો ઉદ્દભવે છે. પશુઓને આવો વધુ પડતો ખોરાક ખાવાથી વધુ આફરો ચઢે તો પશુને શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે. આ પ્રશ્ન ઉદ્દભવે અને જો  પશુઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર ન મળે તો  પશુનું મૃત્યૃ પણ થવાની સંભાવના રહેતી હોય છે. જેથી કોઇ પશુનું મૃત્યુ ન થાય તે માટે  આ પ્રકારનો ખોરાક પશુઓને ન ખવડાવતા અને પશુઓને લીલાચારાની જગ્યાએ સુકાચારાનું નીરણ કરવું જોઇએ.  

જો આવા કોઇ પશુઓને આવી કોઇ તકલીફ જણાઇ આવે તો તુરત જ આ અંગેની જાણ નજીકના પશુપાલન સારવાર કેન્દ્રકમાં કરવી જોઇએ અગર તો વન વિભાગના શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમના ફોન નં. ૦૨૬૯૨-૨૬૪૮૫૪/૨૬૪૮૫૫ ઉપર કે વોટસઅપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ ઉપર સંપર્ક કરી પશુઓના જીવન બચાવવાની કામગીરી ઉમદા ભાવ સાથે આપણે આપણી ફરજ બજાવવી જોઇએ. 

*****