આણંદ,
ઉત્તરાયણનો પર્વ પંતગોત્સવ સાથે સાથે દાન-ધર્મ કરવાનો ભાવ પણ છે. આ દિવસે નાગરિકો દ્વારા પોતાની યથાશક્તિ અનુસાર પશુઓને લાડું, ગોળ, અનાજ તથા લીલોચારો ખવડાવવામાં આવે છે. આ પ્રકારનો ખોરાક પશુઓનો રોજિંદો ખોરાક ન હોવાથી અને વધુ માત્રામાં પશુઓ આ ખોરાક ખાઇ જાય તો આફરો, અપચો, એસીડોસીસના પ્રશ્નો ઉદ્દભવે છે. પશુઓને આવો વધુ પડતો ખોરાક ખાવાથી વધુ આફરો ચઢે તો પશુને શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે. આ પ્રશ્ન ઉદ્દભવે અને જો પશુઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર ન મળે તો પશુનું મૃત્યૃ પણ થવાની સંભાવના રહેતી હોય છે. જેથી કોઇ પશુનું મૃત્યુ ન થાય તે માટે આ પ્રકારનો ખોરાક પશુઓને ન ખવડાવતા અને પશુઓને લીલાચારાની જગ્યાએ સુકાચારાનું નીરણ કરવું જોઇએ.
જો આવા કોઇ પશુઓને આવી કોઇ તકલીફ જણાઇ આવે તો તુરત જ આ અંગેની જાણ નજીકના પશુપાલન સારવાર કેન્દ્રકમાં કરવી જોઇએ અગર તો વન વિભાગના શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમના ફોન નં. ૦૨૬૯૨-૨૬૪૮૫૪/૨૬૪૮૫૫ ઉપર કે વોટસઅપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ ઉપર સંપર્ક કરી પશુઓના જીવન બચાવવાની કામગીરી ઉમદા ભાવ સાથે આપણે આપણી ફરજ બજાવવી જોઇએ.
*****