આણંદના ધર્મ શર્માએ વાંસળી વંદનમાં રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું
ડી ઝેડ પટેલ હાઇસ્કુલ આણંદનું ગૌરવ
રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા-2025
આણંદના ધર્મ શર્માએ વાંસળી વંદનમાં રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું
આણંદ ટુડે | આણંદ
રાજ્યકક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા-2025 માં આણંદના ધર્મ શર્માએ વાંસળી વંદનમાં રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું છે.
કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા યોજાયેલ રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા-2025 માં આણંદની ડી ઝેડ પટેલ હાઇસ્કુલ ધોરણ-8 માં અભ્યાસ કરતા અને હાલ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં રહેતા શર્મા ધર્મ દિપકકુમાર વાંસળી વંદનમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું,સમાજનું અને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધારેલ છે.ધર્મ શર્માને આ સિદ્ધિ બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.