મહુધા વિધાનસભા મતવિભાગમાં યુવા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત નવતર પ્રયોગ
મહુધા વિધાનસભા મતવિભાગમાં યુવા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત નવતર પ્રયોગ
મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણ કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગ મહુધા ખાતે સંગીત ખુરશીની સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો
સંગીત ખુરશી સ્પર્ધામાં વિજેતા થયેલ યુવા મતદારોને ઇનામ તથા પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યાં
આણંદ ટુડે I મહુધા
ખેડા જિલ્લાની ૧૧૮- મહુધા વિધાનસભા મતવિભાગમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણ કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત યુવા મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેમજ વધુમાં વધુ નવા યુવા મતદારો ઉમેરાય તે હેતુથી નવતર પ્રયોગ કરી યુવા મતદાર જાગૃતિનો કાર્યક્રમ મહુધા શહેર ખાતે આવેલ નગીના વાડીમાં સંગીત ખુરશીની સ્પર્ધા રાખવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહુધા શહેર ખાતે આવેલ એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી.પટેલ આર્ટસ કોલેજ, આઇ.ટી.આઇ. તથા શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ હાઇસ્કુલમાં અભ્યાસ કરતાં ૧૮-૧૯ વર્ષના યુવા મતદારો કે જેઓએ પોતાનું નામ મતદારયાદીમાં ઉમેરાવેલ નથી તેવા યુવા મતદારો અંદાજિત ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા જેમાંથી ૧૦૦ થી વધુ યુવા મતદારો કે જેઓએ પોતાનું નામ મતદારયાદીમાં ઉમેરાવેલ નથી તેવા તમામ યુવા મતદારોના ફોર્મ ભર્યા હતા. તેમજ સંગીત ખુરશી સ્પર્ધામાં વિજેતા થયેલ યુવા મતદારોને ઇનામ તથા પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યાં હતા.
મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અન્વયે તા.૦૯/૧૨/૨૦૨૩ ના રોજ યોજાનાર ખાસ ઝુંબેશના દિવસે વધુમાં વધુ લોકો આ લોકશાહીના ઉત્સવમાં ભાગ લે તેમજ વધુ યુવા મતદારો તેઓની નોંધણી કરાવી આ કાર્યક્રમને સફળ બનાવે તેવી જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ૧૧૮- મહુધા વિધાનસભા વિભાગના મતદાર નોંધણી અધિકારી અને નાયબ કલેકટરશ્રી જ.સુ અને અપીલ ખેડા-નડિયાદ શ્રી વિમલ ચૌધરી, મામલતદાર મહુવા શ્રી પી. એસ. ભુરીયા તેમજ કોલેજ અને શાળાના આચાર્યશ્રીઓ તથા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.