IMG_20221124_135708

આણંદ જિલ્લાની ૭ વિધાનસભા બેઠકો ઉપર ૧૭.૬૬ લાખથી વધુ મતદારો

વિધાનસભાની સામાન્ય ચૂંટણી : ૨૦૨૨

આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો ઉપર ૧૭.૬૬ લાખથી વધુ મતદારો

જિલ્લાના કુલ મતદારોમાં ૯,૦૪,૧૯૨ પુરૂષ, ૮,૬૧,૮૫૭ મહિલા અને ૧૨૮ ટ્રાન્સજેન્ડર મતદારોનો સમાવેશ

આણંદ, 

ગુજરાતમાં લોકશાહીના પર્વ સમી વિધાનસભાની સામાન્ય ચૂંટણી : ૨૦૨૨ અન્વયે બે તબક્કામાં મતદાન થનાર છે. જે અંતર્ગત આણંદ જિલ્લાની ૭ મતદાર બેઠકો ઉપર બીજા તબક્કામાં આગામી તા. ૫ મી ડીસેમ્બરના રોજ મતદાન થવાનું છે. 

વિધાનસભાની આ સામાન્ય ચૂંટણી મૂકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને આ લોકશાહીના મહાપર્વમાં જિલ્લાના તમામ મતદાર વિભાગના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે આણંદ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી ડી. એસ. ગઢવીના માર્ગદર્શન નીચે જિલ્લાના ચૂંટણી કાર્ય સાથે જોડાયેલા તમામ અધિકારી – કર્મચારીશ્રીઓ કટીબધ્ધ બની કાર્ય કરી રહયાં છે.

આણંદ જિલ્લામાં આવેલી ૧૦૮-ખંભાત, ૧૦૯-બોરસદ, ૧૧૦-આંકલાવ, ૧૧૧-ઉમરેઠ, ૧૧૨-આણંદ, ૧૧૩-પેટલાદ અને ૧૧૪- સોજીત્રા મળી કુલ ૭ બેઠકોની ચૂંટણી યોજાનાર છે. આ તમામ બેઠકો ઉપર કુલ મળી ૧૭.૬૬ લાખથી વધુ મતદારો નોંધાયા છે. નોંધાયેલા આ મતદારો પૈકી ૯,૦૪,૧૯૨ પુરૂષ, ૮,૬૧,૮૫૭ મહિલા અને ૧૨૮ ટ્રાન્સજેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. 

જિલ્લાના વયજૂથ મુજબના મતદારો જોઈએ તો, સમગ્ર જિલ્લાના ૧૭,૬૬,૧૭૭ મતદારોમાં ૧૮ થી ૧૯ ની વર્ષની વયના ૩૮,૬૦૩ મતદારો, ૨૦ થી ૨૯ વર્ષની વયના ૩,૬૦,૬૫૦ મતદારો, ૩૦ થી ૩૯ વર્ષની વયના ૪,૨૭,૫૯૯ મતદારો, ૪૦ થી ૪૯ વર્ષની વયના ૩,૪૮,૬૧૪ મતદારો, ૫૦ થી ૫૯ વર્ષની વયના ૨,૭૫,૮૮૭ મતદારો, ૬૦ થી ૬૯ વર્ષની વયના ૧,૮૬,૮૪૦ મતદારો, ૭૦ થી ૭૯ વર્ષની વયના ૯૩,૪૮૨ મતદારો, ૮૦ થી ૮૯ વર્ષની વયના ૨૯,૭૬૦ મતદારો, ૯૦ થી ૯૯ વર્ષની વયના ૪,૪૧૦ મતદારો અને ૯૯ વર્ષથી વધુ વયના ૩૩૨ મતદારોનો સમાવેશ થાય છે. 

વિધાનસભાની આ સામાન્ય ચૂંટણીમાં જિલ્લાના ૩૮,૬૦૩ મતદારો પ્રથમવાર મતદાન કરશે

વિધાનસભાની આ ચૂંટણીમાં આણંદ જિલ્લામાં નોંધાયેલા ૧૮ થી ૧૯ વર્ષના ૩૮,૬૦૩ યુવા મતદારો આ વખતની ચૂંટણીમાં પ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લાના ૭ મતદાર વિભાગમાં નોંધાયેલા આ યુવા મતદારો પૈકી સૌથી વધુ ૫,૯૬૦ મતદારો ૧૧૧-ઉમરેઠ મતદાર વિભાગમાં અને સૌથી ઓછા ૫,૧૪૨ મતદારો ૧૧૨-આણંદ મતદાર વિભાગમાં નોંધાયા છે. આ ઉપરાંત ૧૦૮-ખંભાતમાં ૫,૨૩૧, ૧૦૯-બોરસદમાં ૫,૫૧૯, ૧૧૦-આંકલાવ ૫,૪૬૫, ૧૧૩-પેટલાદમાં ૫,૭૯૯ અને ૧૧૪-સોજીત્રામાં ૫,૪૮૭ યુવા મતદારો નોંધાયા છે. 

આણંદ જિલ્લામાં ૩૩૨ શતાયુ મતદારો

આણંદ જિલ્લાના કુલ મતદારો પૈકી ૩૩૨ મતદારો ૯૯ વર્ષથી વધુ વયના એટલે કે ૧૦૦ વર્ષ કે તેનાથી વધુ વય ધરાવતા શતાયુ મતદારો છે. આ મતદારો પૈકી સૌથી વધુ ૧૦૧ મતદારો ૧૧૨-આણંદ મતદાર વિભાગમાં અને સૌથી ઓછા ૨૧ મતદારો ૧૦૮-ખંભાત મતદાર વિભાગમાં નોંધાયા છે. આ ઉપરાંત ૧૦૯-બોરસદમાં ૪૧, ૧૧૦-આંકલાવમાં ૪૦, ૧૧૧-ઉમરેઠમાં ૭૭, ૧૧૩-પેટલાદમાં ૨૬ અને ૧૧૪- સોજીત્રામાં ૨૬ શતાયું મતદારો નોંધાયા છે. 

૧૧૩- પેટલાદ મતદાર વિભાગમાં સૌથી વધુ ટ્રાન્સજેન્ડર મતદારો

જિલ્લામાં પુરૂષ – મહિલાઓની સાથે અન્ય જાતિના પણ ૧૨૮ મતદારો નોંધાયા છે. આ મતદારો પૈકી ૧૦૮-ખંભાતમાં ૧, ૧૦૯-બોરસદમાં ૫, ૧૧૧-ઉમરેઠમાં ૩, ૧૧૨-આણંદમાં ૬, ૧૧૩-પેટલાદમાં સૌથી વધુ ૧૦૭ અને ૧૧૪- સોજીત્રામાં ૬ ટ્રાન્સજેન્ડર મતદારો નોંધાયા છે. 

*****