નડિયાદ ખાતે યોજાયેલ મેડીકલ કેમ્પ અને રકતદાન શિબિર
નડિયાદ લખાવાડ પંચની વાડી ખાતે યોજાયેલ મેડીકલ કેમ્પ અને રકતદાન શિબિર
અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરૂ શ્રીમદ્દ વલ્લભાચાર્ય ચરણના ૫૪૬મા પ્રાકટય મહોત્સવ અંતર્ગત કેમ્પનું આયોજન કરાયું
મેડીકલ કેમ્પનો વૈષ્ણવો સહિત ૫૨૫થી વધુ નાગરિકોએ લાભ લીધો જયારે ૨૫થી વધુ રકતદાતાઓએ રકતદાન કર્યુ
નડીઆદ
ખેડા જિલ્લાના નડીઆદ સ્થિત રબારી વાડ પાસે આવેલ લખાવાડ પંચની વાડી ખાતે અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરૂ શ્રીમદ્દ વલ્લભાચાર્ય ચરણના ૫૪૬મા પ્રાકટય મહોત્સવ અંર્તગત શ્રીમદ્દ વલ્લભાચાર્ય ચરણ વંશાવત નિ. લિ. ગો.શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રીના આત્મજ શ્રી શુદ્ધાદ્વૈત વાચસ્પતિ પીઠાધિશ્વર પૂ.પ.ગો. ૧૦૮ શ્રી વ્રજરત્નલાલજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં તથા પૂ.ગો.શ્રી ગોકુલોત્સવજી મહોદયના માર્ગદર્શન હેઠળ શ્રી બાલકૃષ્ણ પ્રભુ ગૌ-જન સેવા ટ્રસ્ટ દ્વારા મેડીકલ કેમ્પ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સૌજન્યથી રકતદાન શિબિર યોજવામાં આવી હતી.
આ મેડીકલ કેમ્પમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે ડૉ. ગાયત્રી આર. કોન્ટ્રાકટર, દાંતના રોગના નિષ્ણાત તરીકે ડૉ. ચિરાગ તલુજા, આંખના સર્જન તરીકે ડૉ. મેહુલ શાહ, ફીઝીશયન તરીકે ડૉ. કુશલ પરીખ, પેઢાના નિષ્ણાત તરીકે ડૉ. રીપલ પરીખ, ફીઝીયોથેરાપીસ્ટ તરીકે ડૉ. મીતભાઇ રામી, બાળકોમાં જોવા મળતા સીમોર્ડમ રોગના નિષ્ણાત તરીકે ડૉ. રીયા સોની, બાળરોગના તબીબ ડૉ. ગીરીબાળાબેન પટેલે ઉપસ્થિત રહી તેમની સેવાઓ આપી મેડીકલ કેમ્પનો લાભ લેવા આવેલ નાગરિકોની તબીબી ચકાસણી કરી જરૂરી સલાહ-સૂચનો આપીને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી હતી. જયારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના શ્રી નિકેશ વૈદ્ય અને તેમની ટીમે ઉપસ્થિત રહી રકતદાન શિબિરનું આયોજન કર્ય હતું. ઉપરાંત ઓપ્થો. તરીકે શ્રી હિમાંશુભાઇ પણ ઉપસ્થિત રહી નાગરિકોના આંખોના નંબરોની તપાસણી કરી વિનામૂલ્યે ચશ્મા આપી તેમની સેવાઓ આપી હતી.
આ મેડીકલ કેમ્પને સફળ બનાવવામાં દિવ્યેશભાઇ પરીખ, દિવ્યેશભાઇ કાપડિયા, વ્રજેશ પટવા, ભરતભાઇ સોની, રાજેશભાઇ સરૈયા, રમેશભાઇ શાહ સહિત શ્રી ગોકુલનાથજી મંદિર અને બાલકૃષ્ણ પ્રભુ ગૌ-જન સેવા ટ્રસ્ટના ભકતોએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ મેડીકલ કેમ્પનો ૫૨૫થી વધુ વૈષ્ણવો સહિત નડીઆદના નાગરિકોએ હાજર રહીને લાભ લીધો હતો જયારે ૨૫થી વધુ નાગરિકોએ પોતાના મહામૂલા રકતનું રકતદાન કરી રકતદાન-મહાદાન મંત્રને સાર્થક કર્યો હતો.
--------------------