content_image_864200b8-faa4-4617-bf73-b466ebbe9a99

લોકસભા ચૂંટણી-૨૦૨૪ પહેલા મહુધા તાલુકા ભાજપ સંગઠન ફરી વિવાદોમાં ઘેરાયું.!!

લોકસભા ચૂંટણી-૨૦૨૪  પહેલા મહુધા તાલુકા ભાજપ સંગઠન ફરી વિવાદોમાં ઘેરાયું

મહુધા  તાલુકા પંચાયત-૧૭ વડથલ બેઠકના સભ્ય અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ મનીષાબેન વાળાએ રાજુનામું આપી દેતા ભાજપમાં  ખળભળાટ

મહા શ્રમદાન કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને તાલુકામાં વહીવટની સફાઈના પકડાવ્યા ફરફરિયા..!!

મહુધા તાલુકા ક્ષત્રિય અગ્રણી અને તાલુકા પંચાયત ભાજપ સંગઠનના મહામંત્રી  વિકમસિંહ રાઓલજી ફરી વિવાદના ઘેરામાં .

ભેદભાવ નિતી અપનાવી રબર સ્ટેમ્પ બનાવવામાં આવી રહ્યા હોવાનો મનીષાબેન વાળાનો આક્ષેપ, વિક્રમ સિંહની દખલગીરીથી આપ્યું રાજીનામું

આણંદ ટુડે I મહુધા
આગામી લોકસભા 2024ની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોના કાર્યકરો, હોદ્દેદારોમાં પણ રાજકીય ચહલ પહલ તેજ બની છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ખેડા જિલ્લામાં મહુધા તાલુકા ભાજપ સંગઠન ફરી વિવાદોમાં ઘેરાયું છે. 
"સ્વચ્છતા હી સેવા" પખવાડિયા અંતર્ગત મહુધાના વડથલ ખાતે "એક તારીખ, એક કલાક" ના સૂત્ર સાથે મહા શ્રમદાન કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને  મહુધા  તાલુકા પંચાયત-૧૭ વડથલ બેઠકના સભ્ય અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ મનીષાબેન વાળા એ લેખિતમાં રાજુનામું આપી દેતા ખેડા જિલ્લા ભાજપમાં  ચકચાર મચી છે

મહુધા વિધાનસભાના તાલુકા પંચાયત સભ્ય અને મહુધા તાલુકાના મોજે ગામ વડથલ પંચાયત-૧૭ સીટ ઉપરથી ભવ્ય બહુમતી સાથે ચુંટાયેલા હાલના કાર્યશીલ અને સેવાભાવી એવા ન્યાય સમિતિના અધ્યક્ષ વાળા મનિષાબેન અશોકભાઈ એ આજરોજ ભારત સરકારના સંચારમંત્રીને આપેલ રાજીનામા જણાવ્યું છે કે મહુધા તાલુકા પંચાયત સંગઠનના મહામંત્રી  વિકમસિંહ રાઓલજી ઘ્વારા મારા ન્યાય સમિતિના અધ્યક્ષના હોદાના કોપ સભ્યના નામ અમારી જાણ બહાર સંગઠનના મહામંત્રી ઘ્વારા કરવામાં આવેલ છે જેની અમોને જાણ સુધ્ધા પણ કરવામાં આવેલ નથી. અમોને એવું લાગી રહયુ છે કે અમો અનુસૂચિત જાતિના હોદદાર હોવાથી અમારી સાથે ભેદભાવ નિતી અપનાવી અમને રબર સ્ટેમ્પ બનાવવામાં આવી રહયા છે. અમોને મહુધા સંગઠન ઘ્વારા અમો અનુસૂચિત જાતિ (પછાત વર્ગ) ના હોવાથી હવેથી અમારી કે અમારા સમાજ તથા મતની આ મહુધા સંગઠનને જરૂરીયાત ન હોય તેવુ લાગી રહયુ છે. જેથી અમો દીલગીરી સાથે જણાવીએ છીએ કે,...અમારા હોદાની જગ્યાએ ન્યાય સમિતિના અધ્યક્ષના સ્થાને નવા અધ્યક્ષ તરીકે વિક્રમસિંહ રાઓલજીને નિમણૂંક કરવા આપ સાહેબને નમ્ર અરજ કરવામાં આવે છે.તેમ રાજીનામા મા જણાવ્યું છે.

મહુધા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ વિક્રમ રાઓલજીની દખલગીરી ને કારણે રાજુનામું ધરી ભાજપના મહામંત્રી વિક્રમસિંહ રાઓલજી ને સામાજિક ન્યાંય સમિતિના અધ્યક્ષ બનાવી દેવા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને લેખિત જાણ કરતા સ્થાનિક ભાજપમાં હડકંપ મચી ગયો છે.
મહુધા વિધાનસભામાં ભાજપ ની ઐતિહાસિક જીત બાદ સંગઠનમાં આવેલા  વિક્રમ રાઓલજી જુસ્સાથી કાર્ય કરી રહ્યા છે. પણ અગાઉના અનુભવ પ્રમાણે ભાજપમાં નિર્ણયો કરી શકતા નથી. જેથી અવાર નવાર વિવાદ માં ધેરાતા હોવાની ચર્ચા સ્થાનિકોમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.
આ વખતે તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષની નિમણૂંક બાદ અધ્યક્ષ દ્વારા સમિતિની પ્રક્રિયા હાથ ધરાઇ છે. પરંતુ મહિલા  અધ્યક્ષ મનીષા વાળાને વિશ્વાશમાં લીધા સિવાય અનુસૂચિત વિભાગની કમિટી સભ્યોની નિમણૂંક જાહેર કરતા મનીષા બેનનો પિત્તો ગયો હતો.અને તેમણે વડથલમાં આવેલા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને લેખિતમાં રાજીનામુ ધરી દેતા  સ્વછતા હી સેવા અભિયાન માટે આવેલા કેન્દ્રીય મંત્રીને તાલુકાના વિવાદ માટે સફાઈ આપવાની ઘડી આવી ગઈ છે. 
સ્થાનિકોમાં આજે એક જ ચર્ચા હતી કે ફરી એક વખત વિક્રમનો વિવાદ સર્જતા અગાઉના વિવાદો ને પણ ઘટના સાથે જોડવામાં આવી રહ્યા છે.

પ્રતિકાત્મક તસવીર સોર્સ બાય google