IMG-20240110-WA0030

પતંગની ઘાતક દોરીથી ટુ વ્હીલર ચાલકોને બચાવવા માટે વાહન પર નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવાયા

ઉતરાયણ પર્વ પૂર્વે માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ આણંદ અને જિલ્લા ટ્રાફિક પોલીસની વધુ એક સરાહનીય કામગીરી

પતંગની ઘાતક દોરીથી ટુ વ્હીલર ચાલકોને બચાવવા માટે વાહન પર નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવાયા

ટુ વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવી સુરક્ષા અને સલામતી અંગેની જાગૃતતા રાખવા માટે  જાહેર જનતાને સંદેશો પાઠવ્યો

આણંદ ટુડે
ઉતરાયણ પર્વ પૂર્વે માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ આણંદ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આણંદ શહેરમાં દ્વિ-ચકી વાહન ચાલકોની સુરક્ષા અને સલામતી માટે  સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાઇ છે.
મકરસંક્રાંતિના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે લોકો બજારમાં અવનવા પતંગ અને માંજાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. આણંદ સહિતના જિલ્લાભરમાં ઘણાં લોકો ઉત્તરાયણ પૂર્વેથી જ પતંગ ચગાવી મજા માણતા હોય છે. પરંતુ આકાશમાં ઉડતા અનેક નિદોર્ષ પક્ષીઓ અને રોડ- રસ્તા પર ટુ-વ્હીલર પર જતા ઘણા લોકો  પતંગની ઘાતક દોરીથી ઈજાગ્રસ્ત થતા હોય છે. એટલું જ નહીં ક્યારેક જીવ પણ ગુમાવતા હોય છે.તાજેતરમાં જ આણંદ અને નડિયાદમાં એક યુવક-યુવતી પતંગની ઘાતક દોરીનો શિકાર બન્યા હતા. અને આ બંને નિર્દોષ વાહન ચાલકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.ત્યારે ઉતરાયણ પર્વ પૂર્વે વાહન ચાલકોની સુરક્ષા અને સલામતી માટે "માનવતા ચેરી ટેબલ ટ્રસ્ટ આણંદ "અને "જિલ્લા ટ્રાફિક પોલીસ"ના સંયુક્ત ઉપક્રમે આણંદ  રેલ્વે સ્ટેશન પાસે દ્વિ-ચક્રી વાહન ચાલકોના વાહન જેવા કે બાઈક અને સ્કુટર પર સેફટી તાર (સેફ્ટી ગાર્ડ) લગાવી સુરક્ષા અને સલામતી અંગેની જાગૃતતા રાખવા માટેનો સંદેશ જાહેર જનતાને પાઠવવામાં આવ્યો હતો.
આ અંગે માનવતા ચેરીટેબલ ટ્રસ્ટના શકીલભાઈ મલેકે જણાવ્યું હતું કે દ્વિ ચકી વાહન પર આ સેફ્ટી ગાર્ડ ફીટીંગ કરવાનો પાછળનો એક માત્ર ઉદ્દેશ ટુ- વ્હીલર ચાલકોની સુરક્ષા અને સલામતીનો છે. ઉતરાયણ પર્વ ટાણે રસ્તાઓ પરથી પસાર થતા બાઇક અને સ્કૂટર ચાલકો ઘણીવાર આકસ્મિક રીતે પતંગની ઘાતક દોરીથી લોહી લુહાણ થઈ જાય છે.અને મોતને પણ ભેટતા હોય છે ત્યારે વાહન ચાલકોને થતી ઇજાઓ અને  મોત ઘટાડવા માટે આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસની મદદથી વિનામૂલ્ય દ્વિ-ચકી વાહન પર દોરી ગાર્ડ લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આણંદના રેલ્વે સ્ટેશન પાસે છેલ્લા દોઢ વર્ષથી ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને નિશુલ્ક ભોજન પીરસવાની સાથે સાથે  અન્ય સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે અસ્થિર મગજના ભિક્ષુકોના વાળ,દાઢી કરવા સહિત તેઓ બીમાર અથવા જખ્મી હાલતમાં હોય તો તેમની તબીબી સારવાર કરી તેમને સુરક્ષિત શેલ્ટર હોમમાં ખસેડવા,શિયાળાની કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર સુઈ રહેલા ભિક્ષુકોને ગરમ કપડાં સહિત ધાબળાઓનું વિતરણ સહિત માનવતાના અનેક કાર્યો નિસ્વાર્થ ભાવે  "માનવતા ચેરી ટેબલ ટ્રસ્ટ આણંદ " દ્વારા કરવામાં આવી રહ્યા છે.