નડીઆદ ખાતે યોજાયેલ વિનામૂલ્યે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ
નડીઆદ ખાતે યોજાયેલ વિનામૂલ્યે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ
આ કેમ્પમાં ૯૦થી વધુ નાગરિકોએ લાભ લીધો
કેમ્પ દરમિયાન વિનામૂલ્યે અગ્નિકર્મ અને વિધ્ધકર્મનો સેવાઓ આપવામાં આવી
નડીઆદ
મહર્ષિ ચરકની પંકિત આયુર્વેદ એ અમૃત છે અને ભગવાન ધન્વંતરી દ્વારા આયુર્વેદમાં આપેલ આવેલ માનવ કલ્યાણ-સ્વાસ્થ્ય માટેની ચિકિત્સા પધ્ધતિ હોવાનું રસવૈદ્ય ડૉ. રોનક શર્માએ જણાવી આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિની સાથે આયુર્વેદ અધ્યાત્મ ચિકિત્સા સાથે જોડાયેલ હોઇ મન અને તનની પણ ચિકિત્સા કરતું હોવાનું ઉમેર્યું હતું.
વિવિધ સંસ્થાઓના સહયોગથી નડીઆદ ખાતે પારસ સીનેમા સર્કલ પાસે આવેલ આયુ ચિકિત્સાલય ખાતે યોજાયેલ આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પમાં રસવૈદ્ય રોનક શર્મા અને તેમની સાથે ડૉ. હેત્વી સોની અને ડૉ. જય સોનીએ સવિશેષ ઉપસ્થિત રહી તેમની સેવાઓ આપી હતી.
આ વિનામૂલ્યે યોજાયેલ આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પનો ૯૦થી વધુ નાગરિકોએ લાભ લીધો હતો. આ કેમ્પમા વિવિધ પ્રકારના રોગો જેવાં કે, સાંધાના દુ:ખાવા, પીઠ તથા મથકાના દુ:ખાવા, ફોઝન સોલ્ડર, પાચનતંત્રના રોગો, પથરી, વજન ઘટાડવું, જૂની શરદી, ડાયાબિટીસ, બી.પી., ચામડીના રોગો, કપાસી જેવા રોગોની નાડી-પ્રકૃતિ આધારિત સારવાર કરવામાં આવી હતી.
આ કેમ્પ દરમિયાન જે દર્દીઓને ઘૂંટણ કે ફોઝન સોલ્ડરના રોગો હતા તેવા દર્દીઓને ત્વરિત રાહત મળી રહે તે માટે વિનામૂલ્ય અગ્નિકર્મ અને વિધ્ધકર્મની સારવાર પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી.
-------------------