આનંદધામ વૃધ્ધાશ્રમ લાંભવેલ ખાતે જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની ઉજવણી કરાઈ
આનંદધામ વૃધ્ધાશ્રમ લાંભવેલ ખાતે જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની ઉજવણી કરાઈ
આંતરરાષ્ટ્રીય વૃધ્ધ દિવસની ઉજવણી અન્વયે વયોવૃધ્ધ વડીલોને સન્માનિત કરતાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી
આણંદ ટુડે I આણંદ,
ઇન્ટરનેશનલ ડે ફોર ઓલ્ડર પર્સન (આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ) ની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી પ્રવિણ ચૌધરીની ઉપસ્થિતિમાં લાંભવેલ સ્થિત આનંદધામ વૃધ્ધાશ્રમ ખાતે વડીલ મતદારોને સન્માનવાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે આનંદધામ સ્થિત વયોવૃધ્ધ વડીલોને સન્માનિત કરી મતદાન થકી લોકશાહીમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વયોવૃધ્ધ વડીલો પ્રત્યે આદરની લાગણી વ્યક્ત કરતાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતુ કે, ભારત દેશ એ યુવાનોનો દેશ છે. આ દેશના યુવાનોને મતદાન માટે પ્રેરણા મળે અને તેઓ અવશ્ય મતદાન કરી તંદુરસ્ત લોકશાહી માટે યોગદાન આપે તે જરૂરી છે.
કલેકટરશ્રીએ આ તકે વયોવૃધ્ધ વડીલોએ અત્યાર સુધીની પ્રત્યેક ચૂંટણીમાં મતદાન કરીને તંદુરસ્ત લોકશાહીમાં આપેલ યોગદાનને બિરદાવી પ્રત્યેક વ્યક્તિને અવશ્ય મતદાન કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી વિમલ બારોટ, આણંદ ગ્રામ્ય મામલતદાર શ્રી સી.વી. ચૌધરી સહિત ચૂંટણી શાખાના અધિકારી-કર્મચારિઓ, વૃધ્ધાશ્રમના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*****