યાત્રાધામ વડતાલમાં દિપોત્સવ પર્વ ધામધૂમપૂર્વક ઉજવાશે.
યાત્રાધામ વડતાલમાં દિપોત્સવ પર્વ ધામધૂમપૂર્વક ઉજવાશે.
વડતાલ
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે દિવાળી પર્વ નિમિત્તે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. મંદિર ખાતે ધામધૂમ પૂર્વક ઉજવાનારા દિવાળી પર્વની માહિતી આપતા કોઠારી ર્ડા.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, તા.૧ર/૧૧/ર૦ર૩ને રવિવારના રોજ દિવાળીના શુભ દિને બપોરે ૧ઃ૩૦ થી ૩ઃ૧૦ સુધી ચોપડા પૂજન કરવામાં આવશે. સાંજે પઃ૦૦ કલાકે લક્ષ્મીજીનું પૂજન આચાર્ય મહારાજશ્રીના હસ્તે કરવામાં આવેશ. સાંજે ૭ઃ૦૦ થી ૧૦ઃ૦૦ કલાક દરમિયાન દિવ્ય દીપોત્સવ એવમ્ ભવ્ય આતશબાજી મંદિરના પટાંગણમાં કરવામાં આવશે. જેના આયોજક મંદિરના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી તથા કોઠારી ર્ડા.સંતવલ્લભદાસજી સ્વામી છે.
તા.૧૩/૧૧/ર૦ર૩ને સોમવાર નૂતન વર્ષાભિનંદન સવારે ૯ઃ૦૦ વાગે નિજ મંદિરમાં ગોવર્ધન પૂજન. સવારે ૧ઃ૦૩૦ થી પઃ૦૦ નિજ મંદિરમાં દેવો સમક્ષ અન્નકૂટ ભરવામાં આવશે. સમગ્ર ઉત્સવ વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી સંભાળી રહ્યા છે.