વડતાલધામમાં દિક્ષા મહોત્સવ, ૨૪ સાધકોનું અધ્યાત્મમાર્ગે પ્રયાણ.
વડતાલધામમાં દિક્ષા મહોત્સવ, ૨૪ સાધકોનું અધ્યાત્મમાર્ગે પ્રયાણ.
પ્રબોધિની એકાદશીના પવિત્ર દિવસે વડતાલગાદીના વર્તમાન આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે ૨૪ મુમુક્ષુઓએ દિક્ષા ગ્રહણ કરી
વડતાલધામમાં ડુંગરાણી પરિવાર દ્વારા ૪૦૦ ગ્રામ સુવર્ણ અલંકાર અર્પણ કરવામાં આવ્યો
મુંબઈ નિવાસી શ્રીકાંત ભાલજા પરિવાર દ્વારા શ્રી લક્ષ્મીજીને સુવર્ણનું હિરાજડિત હાર અર્પણ કરવામાં આવ્યો
આણંદ ટુડે I આણંદ
શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચતીર્થ સ્થાન વડતાલની પુણ્યભૂમિ પર આજે સદ્ગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને ભાગવતી દિક્ષાવિધિવત સંપન્ન થઈ. ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રવર્તાવેલ ૧૯૯મો કાર્તકી સમૈયો ચાલી રહ્યો છે. વડતાલ ના ટ્રસ્ટી અક્ષરનિવાસી શ્રી ગણેશભાઈ લવજીભાઈ ડુંગરાણી ની પુણ્ય સ્મૃતિમાં સત્સંગિજીવનની કથા ધામધૂમથી થઈ રહી છે. ૨૧ થી ૨૭ નવેમ્બર ૨૦૨૩ સુધી ચાલનારા આ મહોત્સવમાં આજ રોજ પ્રબોધિની એકાદશીના પવિત્ર દિવસે વડતાલગાદીના વર્તમાન આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે ૨૪ મુમુક્ષુઓએ દિક્ષા ગ્રહણ કરીને સંપૂર્ણ જીવન સેવા - સાધના માટે શ્રીહરિકૃષ્ણ મહારાજને સમર્પિત કર્યુ છે. ૨૦ વર્ષના ગાદીકાળમાં કુલ ૮૫૯ સાધકોને સંત દિક્ષા આપી છે. જેમાં ૧૨ ગ્રેજ્યએટ ૪ માસ્ટર ડીગ્રીધારી છે. ગાદીવાળાશ્રીના હસ્તે ૨૭ મહિલાઓ નવદીક્ષિત થયા છે. કુલ ૨૭૩ મહિલાઓએ દિક્ષા પ્રાપ્ત કરી છે.
આજે પાટોત્સવની પૂર્વ સંધ્યાએ પુ જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામ પુ નિત્યસ્વરૂપદાસજી સ્વામી - સરધાર , પુ માધવપ્રિયદાસજી સ્વામી છારોડી , પુ બાપુ સ્વામી ધંધુકા પુ રામકૃષ્ણ સ્વામી ધાંગધ્રા વગેરે સંપ્રદાયના મુર્ધન્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા.
આજ રોજ વડતાલધામમાં ડુંગરાણી પરિવાર દ્વારા ૪૦૦ ગ્રામ સુવર્ણ અલંકાર અર્પણ કરવામાં આવ્યા હતા.
- મુંબઈ નિવાસી શ્રીકાંત ભાલજા પરિવાર દ્વારા શ્રી લક્ષ્મીજીને સુવર્ણનું હિરાજડિત હાર અર્પણ કરવામાં આવ્યો હતો.
અને નિજમંદિરના ત્રણેય ડેરાના બારસાખ ને સુવર્ણ વરખથી મઢવાની તથા ઉંબરાને સોના ચાંદીથી મઢવાની સેવા ચેરમેન શ્રી દેવપ્રકાશ સ્વામી અને મુખ્યકોઠારી ડો સંત સ્વામીની પ્રેરણાથી કરવામાં આવેલ છે . એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવેલ છે. આ સમગ્ર સભાનું સંચાલન શ્યામવલ્લભ સ્વામી કરી રહ્યા છે.