1000 વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક છાત્રાલય શરૂ
વડતાલધામ દ્વારા શિક્ષાતીર્થ વલ્લભવિદ્યાનગરના આંગણે નિશુલ્ક છાત્રાલયનું નિર્માણ
વડતાલધામ દ્વારા શિક્ષાતીર્થ વલ્લભવિદ્યાનગરના આંગણે નિશુલ્ક છાત્રાલયનું નિર્માણ
આ છાત્રાલય શિક્ષા સંસ્કાર અને સમાજની સેવાનું ઉત્તમ કાર્ય છે.- આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ
બે લાખ સ્ક્વેર ફુટના વિશાળ છાત્રાલયના મુખ્યદાતા શ્રીઅરજણભાઈ ધોળકિયા
વડતાલ
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલધામ દ્વારા શિક્ષાતીર્થ વલ્લભવિદ્યાનગરના આંગણે નિશુલ્ક છાત્રાલયનું નિર્માણ કર્યુ છે. તેના ઉદ્દઘાટન પ્રસંગે “ આ છાત્રાલય શિક્ષા સંસ્કાર અને સમાજની સેવાનું ઉત્તમ કાર્ય છે, એવા શબ્દો આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે ઉચ્ચાર્યા હતા. વડતાલબોર્ડ વતી મુખ્યકોઠારીશ્રી ડો. સંત સ્વામીએ નિશુલ્ક છાત્રાલય સેવાના ભેખધારી પુ નિત્યસ્વરૂપ સ્વામી અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
બે લાખ સ્ક્વેર ફુટના વિશાળ છાત્રાલયના મુખ્યદાતા શ્રીઅરજણભાઈ ધોળકિયા - શ્રીરામકૃષ્ણ ડાયમંડ સુરત રહ્યા છે. સાથે જ્ઞાનજીવન સ્વામી કુંડળધામ , વિશ્રામભાઈ વરસાણી સીસલ્સ , ઘનશ્યામભાઈ શંકર સુરત , અશ્નિભાઈ ગોલવિયા ન્યાલકરણ ગ્રુપ વડોદરા , કાંતિભાઈ રાખોલિયા સુરત , જીવરાજભાઈ ગાબાણી - ખોપાળા , પ્રાગજીભાઈ જોટીંગડા, ધનજીભાઈ રાખોલિયા , કેશુભગત ગોટી સુરત , મગનભાઈ ભંડેરી , શંભુભાઈ ટ્રસ્ટી વડતાલ વગેરે દાતાઓને વડિલ સંતો સાથે આચાર્ય મહારાજ અને લાલજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે સાસંદ મિતેશભાઈ , ધારાસભ્ય શ્રીયોગેશભાઈ , સોજીત્રાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ , વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી અશોક રાવલ , અશ્વિનભાઈ , કૌષિકભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતા. પુ બાપુ સ્વામી, પુ નૌતમ સ્વામી , પુ દેવનંદન સ્વામી , મોહનપ્રસાદ સ્વામી, ઘનશ્યામ ભગત , લાલજી ભગત , ભાસ્કર ભગત વગેરે જુનાગઢ, ગઢડા , વડતાલ ધોલેરાના સંતોએ હાજરી આપી પ્રસંગને શોભાવ્યો હતો.