ચરોતર રત્ન સન્માન
ચરોતરના 100 વધુ કલાકારોને ચરોતર રત્ન સન્માન એવોર્ડ એનાયત
ન્યૂઝ ઓનલાઈન ગ્રુપ ,આશાપુરી ફિલ્મ પ્રોડકશન તેમજ AGCMA 2022 દ્વારા આયોજિત "ચરોતર રત્ન સન્માન" સમારોહ
સતત 8 વખત ગુજરાત સીને મીડિયા એવૉર્ડની ભવ્યાતિભવ્ય સફળતા બાદ કલ્પેશ પટેલનું અનોખું નવલું નજરાણું "ચરોતર રત્ન સન્માન" સમારોહ
ગુજરાતી ફિલ્મ કલાકાર ,પત્રકાર સમાજસેવક ,બિઝનેસમેન,લોકસાહિત્યકાર ,સાહિત્યકાર તેમજ અન્ય વિશિષ્ઠ વ્યક્તિઓનું સન્માન
આણંદ ટુડે
ન્યૂઝ ઓનલાઈન ગ્રુપ તેમજ આશાપુરી ફિલ્મ પ્રોડકશન હાઉસ દ્વારા આયોજિત "ચરોતર રત્ન સન્માન" સમારોહ તાજેતરમાં આણંદ શહેર પાસેના ન્યુ વિધાનગર સ્થિત એ.ડી.આઈ ટી કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો. જેના આયોજક કલ્પેશભાઈ પટેલ હતા
સતત 8 વખત ગુજરાત સીને મીડિયા એવૉર્ડ ની ભવ્યાતિભવ્ય સફળતા બાદ આ વર્ષે કઈક અલગ કરવાની ખેવના થકી ચરોતર પંથકનું ગૌરવ એવા કલાકાર ,પત્રકાર સમાજસેવક ,બિઝનેસમેન,લોકસાહિત્યકાર ,સાહિત્યકાર તેમજ સમાજસેવકો સહિત બીજા અન્ય વિશિષ્ઠ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમના અતિથિ વિશેષ પદે શેંલેશભાઈ શાહ(પ્રિન્સ પાર્થ ફિલ્મ )આણંદ મુખ્ય મહેમાન પદે એન એન.તિવારી ફાઉન્ડર શ્રી દાદા સાહેબ ફાલકે ઈન્ટરનૅશનલ ફિલ્મ ફાઉન્ડેશન ,આમંત્રિત મહેમાન નિલેશ જોષી ( કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ , માનવાધિકાર મહિલા એવમ બાળ વિકાસ સંઘટન ),
સાથો સાથ ચરોતર પંથક માં જેમને પોતાની લડાયક અને કંપની ઓમા કામ કરતા મિત્રોને પોતાની રોજગરીમાં સરકારી દર મુજબ નું વેતન આપવા માંટે ખાસ લડત આપનાર માહિપતસિંહ ચૌહાણ તેમજ બીજ મહેમાનો ગુજરાતી , દિપક દરજી,ઉમેશ જોષી, નિર્મળદાન ગઠવી,ભરતદાન ગઠવી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.આ કાર્યકર્મ ને સફળ બનાવવા માટે ટ્રોફીના દાતા એનપીએક્સએડ્સ ,ભોજન દાતા મોના મોટવાની, ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ ચેતનદાસ પટેલ ,લાઈવ યુ ટ્યુબ ચેનલ પાર્ટનર શ્રીજી ફિલ્મ્સ છીપડી અનેક દાતા ઓનો સહયોગ રહ્યો હતો સવિશેષ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન સશીપરેખ દ્વારા કરવા માં આવ્યું હતું આ કાર્યક્રમ ના આમંત્રણને માન આપી ખાસ વડોદરા ની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં જેનું મોટું નામ છે તેવા યામિનીબેન જોશી , ગુજરાતી અભિનેતા દિગ્દર્શક જીતુ પંડ્યા, હીમાંશુભાઈ ઠક્કર (રુદ્ર ઇવેન્ટ)
દીપભાઈ પટેલ ધર્મા પ્રોડક્શન ખાસ હાજરી આપી હતી સૌથી વિશેષ મીડિયા પાર્ટનરો ફાળો છે
કાર્યક્રમને સફળ બનાવવા સિહફાળો
આ એવોર્ડ સમારોહને સફળ બનાવવા મહેશ સોલંકી, રમેશ ઠાકોર, અમિત પટેલ,રોનક પંચાલ,શશી પારેખ,રાજેશ ચલાલી,ગોપાલ ગોહિલ,ધ્રુવી શાહ ,મનીષા બેન સોલંકી,શ્રેયસ સોલંકી મિત્ર મંડળ ,ને જેનાથી સમગ્ર પ્રોગ્રામ માં મહત્વ નું યોગદાન નેટ્રોફી સપોન્સર એનપીએક્સએડ ,વેન્યુ પાર્ટનર એડીઆઇટી ઓડિટોરિયમ હોલ ચારુતર વિધ મંડળ નો સહયોગ સાંપડ્યો હતો