આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ ૧૩.૦૨ ટકા વરસાદ નોંધાયો
આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ ૧૩.૦૨ ટકા વરસાદ નોંધાયો
છેલ્લા ૩૦ વર્ષમાં જિલ્લાનો સરેરાશ ૭૬૯ મી.મી. વરસાદ
આણંદ,
આણંદ જિલ્લામાં ચાલુ સીઝનમાં તમામ તાલુકાઓમાં મળી અત્યાર સુધીમાં ૮૦૧ મી.મી. વરસાદ નોંધાયો છે. આમ તમામ તાલુકાઓ મળી અત્યાર સુધીમાં જિલ્લામાં ૧૦૦.૧૩ મી.મી.સરેરાશ વરસાદ નોંધાયો છે, જે સિઝનનો સરેરાશ ૧૩.૦૨ % છે. તાલુકા પ્રમાણે સરેરાશ વરસાદની વાત કરીએ તો તારાપુર તાલુકામાં ૧૦.૮૬ %, સોજીત્રા તાલુકામાં ૧૪.૦૧ %, ઉમરેઠ તાલુકામાં ૧૬.૫૧ %, આણંદ તાલુકામાં ૨૦.૧૬ %, પેટલાદ તાલુકામાં ૧૭.૭૭ %, ખંભાત તાલુકામાં ૮.૭૯ %, બોરસદ તાલુકામાં ૧૦.૬૭ % અને આંકલાવ તાલુકામાં ૫.૧૪ % વરસાદ નોંધાયો છે.
આણંદ જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષમાં પડેલા સરેરાશ વરસાદની વાત કરીએ તો તારાપુર તાલુકામાં ૬૭૨ મી.મી., સોજીત્રા તાલુકામાં ૭૨૮ મી.મી., ઉમરેઠ તાલુકામાં ૬૫૪ મી.મી., આણંદ તાલુકામાં ૮૬૮ મી.મી., પેટલાદ તાલુકામાં ૮૧૬ મી.મી., ખંભાત તાલુકામાં ૭૭૪ મી.મી., બોરસદ તાલુકામાં ૮૨૫ મી.મી અને આંકલાવ તાલુકામાં ૮૧૭ મી.મી. સરેરાશ વરસાદ નોંધાયો છે. આમ જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષમાં ૭૬૯ મી.મી. સરેરાશ વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ દ્વારા જણાવાયું છે.
*****