IMG_20230910_163322

નડીઆદ ખાતે યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પ

નડીઆદ ખાતે યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પ

આ કેમ્પમાં નેત્રરોગ, ડાયાબિટીસ તથા સંધિવાત, આમવાત અને સાંધાના દુ:ખાવાના સહિતના દર્દીઓની વિનામૂલ્યે આરોગ્ય ચકાસણી કરાઇ

આ ત્રિવિધ વિનામૂલ્યે કેમ્પનો ૩૫૦થી વધુ નાગરિકોએ લાભ લીધો

આણંદ ટુડે I નડીઆદ

શ્રી વીસા ખડાયતા પ્રથમ એકડા પંચ સમસ્ત વડીલોનું વિશ્રામ મંડળ, નડીઆદના ઉપક્રમે અને શ્રી શાંતિલાલ મોતીલાલ શાહ (મહોળેલવાળા) જનકલ્યાણ ટ્રસ્ટના સૌજન્યથી શ્રી વીસા ખડાયતા પ્રથમ એકડા પંચ સમસ્તની વાડી, ભોજવાકુવા, સિંદુશીપોળ ચકલા પાસે, નડીઆદ ખાતે આજે વિનામૂલ્યે નેત્રરોગ, ડાયાબિટીસ તથા સંધિવાત (ગઠિયો વા), આમવાત અને સાંધાના દુ:ખાવાના નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં અંધજન મંડળ, નડીઆદના પ્રમુખ શ્રી ભાસ્કરભાઇ પટેલ અને સ્વ. રમેશભાઇ નાગરદાસ પટેલ, નડીઆદના સહકારથી અંધજન મંડળની મેડીકલ ટીમ દ્વારા મોતિયા, જામર, વેલ, નાસૂર વિગેરેની તપાસ કરવા ઉપરાંત આંખના નંબર કાઢી આપી ટોકન દરે ચશ્મા આપવામાં આવ્યા હતા  જયારે કેમ્પ દરમિયાન ડાયાબિટીસ (રેન્ડમ) અને ફાસ્ટીંગના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા આ ઉપરાંત નડીઆદના પારસ સિનેમા પાસે આવેલ શ્રી આયુ ચિકિત્સાલય અને પંચકર્મ સારવાર કેન્દ્રના  રસવૈદ્ય ડૉ. રોનક શર્મા, આયુર્વેદ વાચસ્પતિએ  ઉપસ્થિત રહી સંધિવાત, (ગઠિયો વા), આમવાત અને સાંધાના દુ:ખાવા જેવા રોગોની ચકાસણી કરી નિદાન કરી જરૂરી સલાહ આપી સાત દિવસની દવાઓ વિનામૂલ્યે આપી હતી. 

આ પ્રસંગે શ્રી શાંતિલાલ મોતીલાલ શાહ (મહોળેલવાળા) જનકલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડી. કે. શાહ, અંધજન મંડળના પ્રમુખ શ્રી ભાસ્કરભાઇ પટેલ, સીનિયર સિટીઝન ફેડરેશન, નડીઆદના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઇ બ્રહ્મભટ્ટ, મહામંત્રી શ્રી ભરતભાઇ શાહ, સલાહકાર શ્રી અશોકભાઇ પંડયાએ ખાસ ઉપસ્થિત રહી નાગરિકોને. પ્રોત્સાહિત કર્યા હતા. 

આ કેમ્પમાં આયુર્વેદ વાચસ્પતિ ડૉ. રોનક શર્માએ મંડળ પ્રતિ નાગરિકોના આરોગ્યના હિતમાં વિનામૂલ્યે ત્રિવિધ મેડીકલ કેમ્પનું આયોજન કરવા બદલ આભારની લાગણી વ્યકત કરી ભવિષ્યમાં આવા મેડીકલ કેમ્પના  આયોજનમાં પોતાના તરફથી મંડળને સતત સહયોગ આપતા રહેવાની અપેક્ષા વ્યકત કરી હતી. 

આ ત્રિવિધ વિનામૂલ્યે યોજાયેલ  મેડીકલ કેમ્પમાં નેત્રરોગ નિદાનમાં-૧૯૦, ડાયાબિટીસ વિભાગમાં-૧૦૧ અને સંધિવાત (ગઠિયો વા), આમવાત તથા સાંધાના દુ:ખાવોમાં-૭૦ મળી ૩૬૧ નાગરિકોએ તેનો લાભ લીધો હતો. 

કેમ્પના પ્રારંભે મંત્રી શ્રી સંજયભાઇ શાહે સૌને આવકારી મેડીકલ કેમ્પ યોજવા પાછળનો હેતુ સમજાવી અંતમાં સર્વ પ્રતિ આભારની લાગણી વ્યકત કરી હતી. 

આ કેમ્પને સફળ બનાવવામાં ઉપપ્રમુખ શ્રી પ્રવિણભાઇ શાહ, પ્રોગ્રામ ચેરમેન શ્રી દિલીપભાઇ બી. શાહ, આઇ.પી.પી. શ્રી પંકજભાઇ શાહ, ખજાનચી શ્રી જૈમીનભાઇ શાહ સહિત કારોબારી સભ્યો સર્વશ્રી નરેશભાઇ શાહ, અમીતભાઇ શાહ, યોગેશભાઇ શાહ, રાજુભાઇ શાહ, દિલીપભાઇ શાહ, કૌશિકભાઇ શાહ, વિજયભાઇ શાહ, મયંકભાઇ શાહ સહિત યુવક મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.  

-------------------------