ખેડા જિલ્લાની 6 વિધાનસભાની બેઠકો પર ૩૬ ઉમેદવારો દ્વારા કુલ ૪૯ ફોર્મ ભરાયા
વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨
ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે
ખેડા જિલ્લાની 6 વિધાનસભાની બેઠકો પર ૩૬ ઉમેદવારો દ્વારા કુલ ૪૯ ફોર્મ ભરાયા
ખેડા,
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત ખેડા જિલ્લાની ૬ વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા. ૫ મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જે અન્વયે આજે તા. ૧૭-૧૧-૨૦૨૨ ને બુઘવારના રોજ જિલ્લાની 6 વિધાનસભાની બેઠકો પર ૩૬ ઉમેદવારો દ્વારા કુલ ૪૯ ફોર્મ ભરવામાં આવ્યા છે.
૧૧૫-માતર
વિધાનસભા બેઠક પરથી બામ્બા તોગાભાઈ પુનમભાઈએ ગુજરાત નવનિર્માણ સેના પાર્ટીમાંથી, અરુણકુમાર મનુભાઈ વાઘેલાએ અપક્ષમાંથી, આયશાબાનુ આબિદહુસેન મલેકે અપક્ષમાંથી, મહેન્દ્રભાઈ ભલાભાઇ વાઘેલાએ આમ આદમી પાર્ટીમાંથી, સંજયભાઈ હરિભાઈ પટેલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી, હર્ષદભાઈ ઘેલાભાઈ સોલંકીએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી, લાલજીભાઈ મેલાભાઈ પરમારે આમ આદમી પાર્ટીમાંથી
૧૧૬-નડિયાદ
વિધાનસભા બેઠક પરથી દેસાઈ પંકજભાઈ વિનુભાઈએ ભારતીય જનતા પાર્ટીમાંથી, રાણા પ્રતાપસિંહ છત્રસિંહે અપક્ષમાંથી, રફિકભાઈ ફરીદભાઈ છીપાએ અપક્ષ માંથી
૧૧૭-મહેમદાબાદ
વિધાનસભા બેઠક પર પૂનમભાઈ મોહનભાઈ ચૌહાણે અપક્ષમાંથી, પટેલ ભાવિકકુમાર વજેન્દ્રકુમારે અપક્ષમાંથી, અજબસિંહ વજેસિંહ ડાભીએ ભારતીય જનતા પાર્ટીમાંથી, અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણે ભારતીય જનતા પાર્ટીમાંથી, પ્રમોદભાઈ સોમાભાઈ ચૌહાણે આમ આદમી પાર્ટીમાંથી, જુવાનસિંહ ગાંડાભાઈ ચૌહાણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી, જુવાનસિંહ હાથીસિંહ ચૌહાણે ઇન્ડીયન નેશનલ કોંગ્રેસમાંથી
૧૧૮-મહુધા
વિધાનસભા બેઠક પર પ્રદ્યુમનસિંહ કિરીટસિંહ ઠાકોરે ઇન્ડીયન નેશનલ કોંગ્રેસમાંથી, ઇન્દ્રજીતસિંહ નટવરસિંહ પરમારે ઇન્ડીયન નેશનલ કોંગ્રેસમાંથી, આરીફભાઈ ગુલાબનબી વ્હોરાએ અપક્ષમાંથી, શેખ ઈરશાદ મોહમ્મદ નજીરમોહમ્મદે અપક્ષમાંથી, કમલેશકુમાર લક્ષ્મણસિંહ વાઘેલાએ આમ આદમી પાર્ટીમાંથી, પૂંજામીયા ફકીરમીયા મલેકે અપક્ષમાંથી
૧૧૯-ઠાસરા
વિધાનસભા બેઠક પરથી રફીકઅહેમદખાન શેરમહંમદખાન મલેકે અપક્ષમાંથી, મજરઅલી અમીરઅલી કાજીએ અપક્ષમાંથી, દીપકકુમાર ઇન્દુપ્રસાદ સેવકે અપક્ષમાંથી, કાંતિભાઈ શાભઇભાઈ પરમારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી, પ્રતિક્ષાબેન ટીનુભાઈ પરમારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી, મહેશકુમાર રામસિંહ પરમારે અપક્ષમાંથી, જાબીરભાઈ યુસુફભાઈ પટેલે અપક્ષમાંથી, સંજયકુમાર ધીરજલાલ શાહે અપક્ષમાંથી
૧૨૦-કપડવંજ
વિધાનસભા બેઠક પરથી મહેબૂબઅલી વાયદઅલી સૈયદે અપક્ષમાંથી, ફિરોજબેગ મહેબૂબબેગ મીરઝાએ અપક્ષમાંથી, યોગેશભાઈ મંગળભાઈ પટેલે અપક્ષમાંથી, કાળાભાઈ રઈજીભાઈ ડાભીએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી અને રાહુલકુમાર હસમુખભાઈ પરમારે પ્રજા વિજય પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે.
નોંધનીય છે કે જિલ્લામાં સમાવિષ્ટ ૬ વિધાનસભાની બેઠકો માટે તા. ૧૦/૧૧/૨૦૨૨ થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ ચુકી છે અને આજે તા. ૧૭/૧૧/૨૦૨૨ ના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો જ્યારે ભરાયેલા ઉમેદવારી પત્રોની તા.૧૮/૧૧/૨૦૨૨ ના રોજ ચકાસણી કરવામાં આવનાર છે.