આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે ૬૯ ઉમેદવારો મેદાનમાં
વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨
આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે ૬૯ ઉમેદવારો મેદાનમાં
ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે
આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠક પર ૧૫ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું
૧૦૮-ખંભાત બેઠક પર કોઇ ઉમેદવારે તેમનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું નથી.
આણંદ,
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા. ૫ મી ડિસેમ્બરના રોજ મતદાન થનાર હોઈ આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૭ વિધાનસભાની બેઠકો માટે કુલ મળી ૧૫૪ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી ઉમેદવારી પત્રોની ચકાસણી થતા ૩૨ ઉમેદવારી પત્રો રદ થયા હતા. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસો દરમિયાન ત. ૧૯ મી ના રોજ તમામ મતદાર વિભાગના કુલ મળી ૩ ઉમેદવારી પત્રો પરત ખેંચાયા હતા. જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે તા. ૨૧/૧૧/૨૦૨૨ના રોજ જિલ્લાના ૭ મતદાર વિભાગોમાં કુલ મળી ૧૨ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા.
અંતિમ દિવસે પરત ખેંચાયેલ ઉમેદવારી પત્રો પૈકી
૧૦૯-બોરસદ
વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદિશભાઇ ગોવિંદભાઇ સોલંકી તેમજ અપક્ષ ઉમેદવાર વજેસિંહ ઉદેસિંહ સોલંકી,
૧૧૦-આંકલાવ
વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોવિંદકુંવરબા ગજેન્દ્રસિંહ રાજ
૧૧૧-ઉમરેઠ
વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર બિન્દલ લખારા તેમજ અપક્ષ ઉમેદવાર રાજુબેન રમેશભાઇ ઝાલા અને ભૃગુરાજસિંહજી પ્રતાપસિંહજી ચૌહાણ
૧૧૨-આણંદ
વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેહુલકુમાર વિનોદભાઇ વસાવા તેમજ અપક્ષ ઉમેદવાર યામીનભાઇ ઇબ્રાહીમભાઇ વ્હોરા અને અલ્લારખા નસીબખાન પઠાણ,
૧૧૩-પેટલાદ
વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર નટવરભાઇ શંકરભાઇ સોલંકી,
૧૧૪-સોજીત્રા
વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયમિનકુમાર અમૃતભાઇ પરમાર તેમજ રાષ્ટ્રીય હિન્દુ એકતા દળના ઉમેદવાર અમિતકુમાર ભુપેન્દ્રભાઇ પટેલે તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા.
જ્યારે ૧૦૮-ખંભાત બેઠક પર કોઇ ઉમેદવારે તેમનું ઉમેદવારી પત્રો પરત ખેંચ્યું ન હતું તેમ સંબંધિત મતદાર વિભાગના ચુંટણી અધિકારીશ્રીઓએ જણાવ્યું છે.
નોંધનીય છે કે તા. ૨૧ નવેમ્બરના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે કુલ મળી ૧૨ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચતા હવે જિલ્લાના ૭ મતદાર વિભાગના ચૂંટણી જંગમાં ૬૯ ઉમેદવારો રહ્યા છે.
હવે ચૂંટણી જંગમા ૬૯ ઉમેદવારો મેદાનમાં
૧
ચિરાગકુમાર અરવિંદભાઈ પટેલ
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૨
ભાઈલાલભાઈ કાળુભાઇ પાંડવ
બહુજન સમાજ પાર્ટી
૩
મહેશકુમાર કનૈયાલાલ રાવલ (મયુર રાવલ)
ભારતીય જનતા પાર્ટી
૪
અરુણકુમાર કાભાઈભાઈ ગોહિલ
આમ આદમી પાર્ટી
૫
પટેલ કૃણાલકુમાર જશવંતભાઈ
રાષ્ટ્રીય હિંદ એકતા દળ
૬
પટેલ રોનિતકુમાર અશોકભાઈ
પચ્ચાસી પરિવર્તન સમાજ પાર્ટી
૭
અમરસિંહ રામસિંહ ઝાલા (નોટરી એડવોકેટ)
અપક્ષ
૮
રણજીતભાઇ કેહુભાઈ આંબલીયા
અપક્ષ
૯
મહિપતસિંહ કેસરીસિંહ ચૌહાણ
અપક્ષ
૧૦
વિષ્ણુભાઈ રતિલાલ ચુનારા
અપક્ષ
૧૧
રાજેન્દ્રસિંહ મહોબતસિંહ સિંધા (બાપુ)
અપક્ષ
૧૦૯-બોરસદ વિધાનસભા મતવિભાગ
ઉમેદવારનું નામ
૧
અંકુરભાઇ કનુભાઇ આહિર
બહુજન સમાજ પાર્ટી
૨
રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમાર
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૩
રમણભાઇ ભીખાભાઇ સોલંકી
ભારતીય જનતા પાર્ટી
૪
સુરેશભાઇ રાવજીભાઇ ઠાકોર
લોગ પાર્ટી
૫
મનીષભાઇ રમણભાઇ પટેલ
આમ આદમી પાર્ટી
૬
દિપેનકુમાર નિરંજનભાઇ પટેલ
અપક્ષ
૭
કેશરીસિંહ ભારતસિંહ પરમાર
અપક્ષ
૮
આશિષકુમાર ઠાકોરભાઇ ભોઇ
અપક્ષ
૧૧૦-આંકલાવ વિધાનસભા મતવિભાગ
ઉમેદવારનું નામ
૧
અમીત ચાવડા
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૨
ગુલાબસિંહ રતનસિંહ પઢિયાર
ભારતીય જનતા પાર્ટી
૩
બીપીનભાઇ મણીલાલ ભેટાસીયા
બહુજન સમાજ પાર્ટી
૪
ગજેન્દ્રસિંહ હરીસિંહ રાજ
આમ આદમી પાર્ટી
૫
યુસુફભાઇ અભેસંગ રાજ (ગરાસિયા)
રાષ્ટ્રીય હિંદ એકતા દળ
૬
કેયુર પ્રવીણભાઇ પટેલ
અપક્ષ
૭
અજીતસિંહ ચંદ્રસિંહ રાજ
અપક્ષ
૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિભાગ
ઉમેદવારનું નામ
૧
ગોવિંદભાઇ રઇજીભાઇ પરમાર
ભારતીય જનતા પાર્ટી
૨
પટેલ જયંતભાઇ રમણભાઇ (બોસ્કી)
નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી
૩
અમરીશભાઈ હેમેન્દ્રભાઈ પટેલ (થામણા)
આમ આદમી પાર્ટી
૪
વિપુલકુમાર એ. ઝાલા
લોગપાર્ટી
૫
જગદીશભાઈ રાવજીભાઈ ઠાકોર
અપક્ષ
૬
રમેશભાઈ રામાભાઈ ઝાલા (લાલાભાઈ)
અપક્ષ
૭
ઘનશ્યામભાઈ નટવરભાઈ દરજી
અપક્ષ
૮
નાજીમખાન ફકીરમહંમદ પઠાણ
અપક્ષ
૯
બળદેવસિંહ ઉદેસિંહ પરમાર (બી.યુ.)
અપક્ષ
૧૦
સદરૂ યુ. બેલીમ
અપક્ષ
૧૧
હર્ષિતકુમાર ઘનશ્યામભાઈ પટેલ(ભુરાભાઈ)
અપક્ષ
૧૨
હિદાયતઉલ્લખાન ફકીરમહંમદખાન પઠાણ
અપક્ષ
૧૧૨-આણંદ વિધાનસભા મતવિભાગ
ઉમેદવારનું નામ
૧
અલ્પેશકુમાર જયંતીભાઈ મકવાણા (અપ્પુ)
બહુજન સમાજ પાર્ટી
૨
કાંતિભાઈ સોઢા પરમાર (ભગત)
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૩
યોગેશ આર.પટેલ (બાપજી)
ભારતીય જનતા પાર્ટી
૪
અરવિંદકુમાર અમરશીભાઈ ગોલ
રાષ્ટ્રીય હિંદ એકતા દળ
૫
મૌલિક વિનુભાઈ શાહ
ભારતીય નેશનલ જનતા દળ
૬
ગણપતભાઇ જેસંગભાઈ વાઘરી
લોગ પાર્ટી
૭
સેડલીયા ગિરીશકુમાર હિંમતલાલ
આમ આદમી પાર્ટી
૮
જાનકીબેન દિનેશભાઈ પટેલ
અપક્ષ
૯
તોફીકમીયા ફકરુમીયા મલેક
અપક્ષ
૧૦
તોસીફભાઈ મુસ્તુફાભાઈ વ્હોરા (હાફેજી)
અપક્ષ
૧૧
જતીનકુમાર દિનેશચંદ્ર દવે
અપક્ષ
૧૨
પ્રતિમાબેન શૈલેષભાઈ પરમાર
અપક્ષ
૧૩
વિજયભાઈ શાંતિલાલ જાદવ
અપક્ષ
૧૪
વિપુલકુમાર બિપીનભાઈ મેકવાન
અપક્ષ
૧૫
સર્ફરાજ હુસેનખાન પઠાણ (એસ.કે.)
અપક્ષ
૧૧૩-પેટલાદ વિધાનસભા મતવિભાગ
ઉમેદવારનું નામ
૧
કમલેશભાઇ રમેશભાઇ પટેલ (માસ્તર)
ભારતીય જનતા પાર્ટી
૨
ડો. પ્રકાશ બુધાભાઈ પરમાર (ડોકટર)
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૩
હર્ષદભાઇ ઇશ્વરભાઇ ગોહેલ
બહુજન સમાજ પાર્ટી
૪
અર્જુનભાઇ સિધાભાઇ ભરવાડ
આમ આદમી પાર્ટી
૫
સોમાભાઇ ઝેણાભાઇ તળપદા
રાઈટ ટુ રીકોલ પાર્ટી
૬
યાત્રિકભાઇ હરીશભાઇ શાહ (મહારાજ)
રાષ્ટ્રીય હિન્દ એકતા દળ
૭
સંજયકુમાર વિઠ્ઠલભાઇ ઠાકોર
અપક્ષ
૮
રીયાઝખાન અકબરખાન પઠાણ
અપક્ષ
૧૧૪- સોજીત્રા વિધાનસભા મતવિભાગ
ઉમેદવારનું નામ
૧
વિપુલકુમાર વિનુભાઇ પટેલ
ભારતીય જનતા પાર્ટી
૨
પુનમભાઇ માધાભાઇ પરમાર
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૩
મુકેશભાઈ રણછોડભાઈ જાદવ
બહુજન સમાજ પાર્ટી
૪
મનુભાઈ રણછોડભાઈ ઠાકોર
આમ આદમી પાર્ટી
૫
યુવરાજસિંહ મહીપતસિંહ ગોહિલ
અપક્ષ
૬
જાવેદભાઈ રજાકભાઈ વ્હોરા (મુખી ગેસવાળા)
અપક્ષ
૭
દેવાંગભાઈ નરહરિલાલ શેલત (દેવો)
અપક્ષ
૮
મનુભાઈ જેઠાભાઈ વણકર
અપક્ષ