ખેડા જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર 17 ઉમેદવારો દ્વારા 27 ફોર્મ ભરવામા આવ્યા
વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨
ખેડા જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર 17 ઉમેદવારો દ્વારા 27 ફોર્મ ભરવામા આવ્યા
માતર, નડીયાદ, મહેમદાવાદ, મહુધા અને ઠાસરા સહિતની કુલ 5 વિધાનસભા બેઠકો પર કુલ 17 ઉમેદવારો દ્વારા 27 ફોર્મ ભરવામા આવ્યા
ખેડા,
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત ખેડા જિલ્લાની 6 વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા. ૫ મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જે અન્વયે ખેડા જિલ્લામાં સમાવિષ્ટ 6 વિધાનસભાની બેઠકો માટે તા. ૧૦/૧૧/૨૦૨૨ થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ ચુકી છે.
આજે તા. 15-11-2022 ને મંગળવારના રોજ જિલ્લાની 5 વિધાનસભાની બેઠકો પર કુલ 17 ઉમેદવાર દ્વારા કુલ 27 ફોર્મ ભરવામા આવ્યા છે.
115-માતર
વિધાનસભા બેઠક ઉપર રાજેશભાઈ દશરથભાઈ રાવળે અપક્ષમાંથી, કલ્પેશભાઈ આશાભાઈ પરમારે ભારતીય જનતા પાર્ટીમાંથી, કનુભાઈ ગોવિંદભાઈ મકવાણાએ ભારતીય જનતા પાર્ટીમાંથી, જનકસિંહ કનુભા ઝાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી;
116-નડિયાદ
વિધાનસભા બેઠક ઉપરથી ધ્રુવલકુમાર સાધુભાઈ પટેલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી, હર્ષદકુમાર સુરેશભાઈ વાઘેલાએ આમ આદમી પાર્ટીમાંથી, સિદ્ધાર્થ મેકવાને અપક્ષમાંથી, પંકજભાઈ વિનુભાઈ દેસાઈએ ભારતીય જનતા પાર્ટીમાંથી, હિતેશભાઈ જીતુભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીમાંથી, અયુબભાઈ હાજીભાઈ વોરાએ અપક્ષમાંથી, દીપકકુમાર જોનભાઈ મલ્હોત્રાએ અપક્ષમાંથી
117- મહેમદાબાદ
વિધાનસભા બેઠક પરથી પ્રમોદભાઈ સોમાભાઈ ચૌહાણે આમ આદમી પાર્ટીમાંથી
118-મહુધા
વિધાનસભા બેઠક પરથી ઇન્દ્રસિંહ નટવરસિંહ પરમારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી, રાવજીભાઈ સોમાભાઈ વાઘેલાએ આદમી પાર્ટીમાંથી
119-ઠાસરા
વિધાનસભા બેઠક પરથી શાંતિલાલ છોટાલાલ પટેલે અપક્ષમાંથી, નટવરસિંહ પુંજાભાઈ રાઠોડે આમ આદમી પાર્ટીમાંથી અને પ્રવિણસિંહ વખતસિંહ પરમારે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે.
નોંધનીય છે કે તા. 17/11/2022 ના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે જ્યારે ભરાયેલા ઉમેદવારી પત્રોની તા.18/11/2022 ના રોજ ચકાસણી કરવામાં આવનાર છે.