Indulal

મહાગુજરાત આંદોલનના પ્રણેતા,સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સેવક ઈંદુલાલ કનૈયાલાલ યાજ્ઞિક (ઈન્દુચાચા) ની આજે જન્મજયંતી

આજના દિવસની વિશેષતા

તા. 22 ફેબ્રુઆરી : તારીખ તવારીખ 
સંકલન: વિજય ઠક્કર (આણંદ)

મહાગુજરાત આંદોલનના પ્રણેતા,સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સેવક ઈંદુલાલ કનૈયાલાલ યાજ્ઞિક (ઈન્દુચાચા) ની આજે જન્મજયંતી

 ભારતના સ્વાતંત્ર્ય સેનાની, વકીલ અને મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈંદુલાલ કનૈયાલાલ યાજ્ઞિક (ઈન્દુચાચા)નો નડીઆદ ખાતે જન્મ (1892) તેઓ લોકસભાના સાંસદ તરીકે ચાર વખત (1957-72) ચૂંટાઈ આવ્યા હતા તેઓ મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક અધ્યક્ષ હતા 
તેમણે અખબાર અને મેગેઝિનના સંપાદનની કામગીરી પણ કરી છે 
જેઓ ગુજરાતના સમાજશાસ્ત્રી, આત્મકથાકાર, નાટ્યકાર,નવલકથાકાર તરીકે પણ જાણીતા હતા

* અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ (1789-97) જ્યોર્જ વોશિંગ્ટનનો જન્મ (1732)

* ગુજરાતી ગઝલકાર મરીઝનો સુરત ખાતે જન્મ (1917)
તેમને ગુજરાતના ગાલીબ તરીકે ઓળખવામાં આવે છે

* બોલિવૂડ ફિલ્મોના નિર્માતા, દિગ્દર્શક, લેખક અને રાજશ્રી પ્રોડક્શન કંપનીના ચેરમેન સૂરજ બડજાત્યાનો મુંબઈ ખાતે જન્મ (1964)
તેમની દિગ્દર્શક તરીકે પ્રથમ ફિલ્મ 'મૈને પ્યાર કિયા' ખૂબ સફળ થઈ હતી 
તેમની યાદગાર ફિલ્મોમાં હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હે, વિવાહ, પ્રેમ રતન ધન પાયો વગેરે છે 
તેમનું હમ આપકે હૈ કૌન માટે શ્રેષ્ઠ ફિલ્મ અને સ્ક્રીન પ્લેના ફિલ્મફેર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે

* મહાત્મા ગાંધીના પત્ની (1883) કસ્તુરબાનું પુના ખાતે અવસાન (1944)

* ભારતના સ્વાતંત્ર્ય સૈનિક અને સમાજ સુધારક સ્વામી શ્રધ્ધાનંદ (મહાત્મા મુનશી રામ વિજ)નો પંજાબના જલંધર ખાતે જન્મ (1865)

* સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ મૌલાના અબ્દુલ કલામ આઝાદ નું અવસાન (1958)
વર્ષ 1992માં તેમને મરણોપરાંત ભારત રત્ન સમ્માન આપવામાં આવ્યું હતું

* 'પદ્મશ્રી'થી સન્માનિત ગુજરાતી કવિ દુલા ભાયા કાગ (કાગ બાપુ)નું અવસાન (1977)
તેઓ આધ્યાત્મિક કવિતા માટે ખૂબ જાણીતા છે

* માંજરી આંખો સાથે લોકપ્રિય હિન્દી ફિલ્મ અભિનેતા કમલ કપૂરનો લાહોર ખાતે જન્મ (1920)
તેમણે હિન્દી, પંજાબી અને ગુજરાતી સહિત વિવિધ ભાષાની 600 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે

* ફ્રાન્સમાં સ્થાઈ થઈ ગયેલ ભારતીય ચિત્રકાર એચ. એસ. રઝા (સઈદ હૈદર રઝા)નો મધ્ય પ્રદેશમાં જન્મ (1922)
તેમનું ભારત સરકાર દ્વારા પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માન કરવામાં આવ્યું છે 
સૈયદ હૈદર રઝાની કૃતિ 'સૌરાષ્ટ્ર'ને લંડનમાં પ્રખ્યાત ક્રિસ્ટીઝ ખાતે વિક્રમજનક રૂ. 16.42 કરોડ મળ્યા હતા

* ઉર્દૂ શાયર જોશ મલીહાબાદી (શબ્બીર હસન ખાન)નું પાકિસ્તાનમાં અવસાન (1982)
તેમનો જન્મ ભારતમાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં થયો હતો 
તેમનું ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ એવોર્ડ દ્વારા અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ દ્વારા હિલાલ- એ-ઈમ્તિયાઝ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું

* ગુજરાતી અને હિન્દી ફિલ્મોના અભિનેત્રી ઉર્મિલા ભટ્ટનું મુંબઈ ખાતે અવસાન (1997)

* બોલિવૂડ અભિનેતા ઈફ્તેખાર (સઈદના ઈફ્તેખાર એહમદ શરીફ)નો પંજાબના જલંધર ખાતે જન્મ (1922)
તે હિન્દી ફિલ્મોમાં પોલીસ અધિકારીની ભૂમિકા માટે ખાસ લોકપ્રિય હતા

* અંગ્રેજી ફિલ્મો અને ટીવી શૉ નિર્માતા અશોક અમૃતરાજનો ચેનૈઈ ખાતે જન્મ (1957)

* ટીવી અભિનેતા ગુરમિત ચૌધરીનો બિહાર રાજ્યમાં જન્મ (1987)

* હિન્દી ફિલ્મોના અભિનેત્રી શિલ્પા શુકલાનો બિહાર રાજ્યમાં જન્મ (1982)

* બંગાળી ફિલ્મોના અભિનેતા અને ગાયક પહાડી સાન્યાલનો દાર્જિલિંગ ખાતે જન્મ (1906)

* ગુરુ દત્ત, રહેમાન, માલા સિંહા, વહિદા રહેમાન, જ્હોની વોકર, કુમકુમ, મહેમુદ અભિનિત ફિલ્મ 'પ્યાસા' રિલીઝ થઈ (1957)
નિર્માતા દિગ્દર્શક : ગુરુ દત્ત
સંગીત : એસ.ડી. (સચિન દેવ) બર્મન
આ ફિલ્મને 'ટાઇમ' મેગેઝિન દ્વારા (2005માં) સર્વકાલીન શ્રેષ્ઠ 100 ફિલ્મોમાંની એક તરીકે પસંદ કરવામાં આવી છે.
'પ્યાસા' માટે ત્યારની બે ટોપ હિરોઈનો નરગીસ અને મધુબાલા સામે ગુરુદત્તે તે સમયે નવી બે નવી અભિનેત્રીઓ માલા સિંહા અને વહીદા રહેમાનને પસંદ કરી હતી.
આ ફિલ્મનું વહીદા રહેમાનનું પાત્ર વાસ્તવિક જીવનના પાત્ર પર આધારિત હતું. ગુરુદત્ત કલકત્તામાં વાસ્તવિક રેડલાઈટ એરિયામાં શૂટિંગ કરવા માંગતા હતા. પરંતુ તેમના ક્રૂ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ગુરુદત્તે પછી ફોટોગ્રાફ્સના આધારે સેટ બનાવ્યો હતો. ફિલ્મના અંતને લઈને લેખક અબરાર અલ્વી અને ગુરુદત્ત વચ્ચે મતભેદ હતો. 
બિનાકા ગીતમાલાની સૌથી લોકપ્રિય ગીતોની વાર્ષિક સૂચિ-1957 માં 'પ્યાસા' ફિલ્મનું 'સર જો તેરા ચકરાયે...' (રફી) 2જા નંબર ઉપર અને 'જાને ક્યાં તુને કહી...' (ગીતા દત્ત) 30માં નંબર ઉપર રહયા હતાં. 'પ્યાસા' માં કુલ 10 ગીતો હતાં. 

* પાકિસ્તાન દ્વારા બાંગ્લાદેશને માન્યતા આપવામાં આવી *

* વિશ્ચ વિચાર દિવસ * 
આ દિવસ સ્કાઉટ અને ગાઈડ સંગઠન દ્વારા મનાવવામાં આવે છે