gulshan-kumar-825

બૉલીવુડ ફિલ્મ અને સંગીત નિર્માતા સ્વ .ગુલશન કુમારનો આજે જન્મદિવસ

આજ કલ ઓર આજ 

તા. 5 મે : 5 May 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

બૉલીવુડ ફિલ્મ અને સંગીત નિર્માતા સ્વ .ગુલશન કુમારનો આજે જન્મદિવસ

બૉલીવુડ ફિલ્મ અને સંગીત નિર્માતા ગુલશન કુમારનો દિલ્હી ખાતે જન્મ (1956)
જેઓ બોલિવૂડ ઉદ્યોગમાં સુપર કેસેટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ મ્યુઝિક લેબલના સ્થાપક હતા અને તેમણે 1980ના દાયકામાં ટી-સિરીઝની સ્થાપના કરી અને તેને એક અગ્રણી રેકોર્ડ લેબલ તરીકે સ્થાપિત કરી

* ભારતના 7માં રાષ્ટ્રપતિ (1982-87) જ્ઞાની ઝૈલ સિંગનો જન્મ (1916)
આ અગાઉ તેઓ કેન્દ્રીય મંત્રી અને
 કોંગ્રેસના આગેવાન રહ્યાં છે

* જર્મન ફિલસૂફ, અર્થશાસ્ત્રી, ઇતિહાસકાર, સમાજશાસ્ત્રી અને સમાજવાદી ક્રાંતિકારી કાર્લ માર્ક્સનો જર્મનીમાં જન્મ (1818)
તેમના સૌથી જાણીતા શીર્ષકો 1848ની સામ્યવાદી મેનિફેસ્ટો અને ત્રણ વોલ્યુમની દાસ કેપિટલ છે

* ભારતના ક્રિકેટ ખેલાડી (11 ટેસ્ટ રમનાર) રમણ સુરેન્દ્રનાથનું અવસાન (2012) 
સુરેન્દ્રનાથે ભારતીય સેનામાં કર્નલ તરીકે અને ભારતીય ટીમોના મેનેજર તરીકે સેવા આપી હતી

* દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત અને હિન્દી ફિલ્મ ઉદ્યોગના મહાન સંગીત દિગ્દર્શકોમાંના એક નૌશાદનું મુંબઈ ખાતે અવસાન (2005)
તેમનું પદ્મ ભૂષણ અને સંગીત નાટક અકાદમી સહિત અનેક એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે 
તેઓ ખાસ કરીને ફિલ્મોમાં શાસ્ત્રીય સંગીતના ઉપયોગને લોકપ્રિય બનાવવા માટે જાણીતા છે
તેમની યાદગાર ફિલ્મોમાં બૈજુ બાવરા, ગંગા જમના, અંદાઝ, બાબુલ, મધર ઇન્ડિયા, સોહની મહિવાલ, મુગલ -એ -આઝમ, રામ ઔર શ્યામ, આદમી, પાકીઝા વગેરે છે

* હરિયાણાના મુખ્યમંત્રી રહેલ ભાજપના આગેવાન મનોહરલાલ ખટ્ટરનો જન્મ (1954)

* ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય ડિસ્કસ થ્રોઅર, ટ્રેક-એન્ડ-ફીલ્ડ એથ્લેટ, કોંગ્રેસ પક્ષના રાજસ્થાનના સાદુલપુર મત વિસ્તારના ધારાસભ્ય, પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ પ્રાપ્તકર્તા ક્રિષ્ના પુનિયાનો જન્મ (1982) 
તેમણે 2 વખત (2008 અને 2012) ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો

* ગુજરાતી ચિત્રકાર, કાર્ટૂનિસ્ટ, પત્રકાર, પર્યાવરણવાદી, નાટ્યકાર આબિદ સુરતીનો રાજુલા ખાતે જન્મ (1935)
તેમના ટૂંકી વાર્તા સંગ્રહ ત્રીસરી આંખ ને ૧૯૯૩માં રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો 
તેમણે ૮૦ થી વધુ પુસ્તકો લખ્યા છે, જેમાં ૪૫ નવલકથાઓ, ૧૦ ટૂંકી વાર્તા સંગ્રહ અને ૭ નાટકોનો સમાવેશ છે 

* પદ્મ ભૂષણથી સન્માનિત પંજાબના વિદ્રોહના સમયગાળા દરમિયાન પંજાબ પોલીસનું નેતૃત્વ કરવા સહિત કારકિર્દી દરમિયાન વધુને વધુ જવાબદાર હોદ્દાઓ સંભાળનાર ભારતીય પોલીસ અધિકારી અને સિવિલ સેવક જુલિયો ફ્રાન્સિસ રિબેરોનો જન્મ (1929) 

* બ્રિટિશ અને હિન્દી ફિલ્મો ટેલિવિઝન તથા નાટકોના અભિનેતા માર્ક ઝુબેર (ઝુબેર અહેમદ સિદ્દીકી)નો લખનૌ ખાતે જન્મ (1944)

* તમિલ સિનેમાની પ્રથમ "ડ્રીમ ગર્લ" કહેવાતા અભિનેત્રી, કર્ણાટિક ગાયક અને નૃત્યાંગના ટી. આર. રાજાકુમારી (તંજાવુર રાધાકૃષ્ણન રાજાયી)નો જન્મ (1922)

* પત્રકાર, ગીતકાર અને રેડીઓ સ્ટોરીટેલર નિલેશ મિશ્રાનો લખનૌ ખાતે જન્મ (1973)

* હિન્દી ફિલ્મ અભિનેત્રી, નિર્માતા અને એન્ટ્રપ્રેનિયર વિશાખા સિઘનો યુએઈના અબુધાબી ખાતે જન્મ (1986)

* ટીવી અભિનેત્રી, કોરિયોગ્રાફર અને ડાન્સર એલીશા સિંગનો જન્મ (1990)

* વિશ્વ એથ્લેટિક્સ દિવસ *

* વર્લ્ડ કાર્ટૂનિસ્ટ ડે * 
>>>> માણસ બુનિયાદીરૂપે કલ્પના કરનારું પ્રાણી છે. તે કલ્પનાઓ અને કહાનીઓથી તેના જીવનની કડવી વાસ્તવિકતાને સાર્થકતા બક્ષવાનું કામ કરે છે. વિજ્ઞાન માણસને તેની નગ્ન હકીકત સામે ઉભો કરી દે છે, અને પછી આશ્વાસન પણ આપતું નથી. વિજ્ઞાનની તાર્કિક શક્તિ સામે ધર્મની ઈમોશનલ તાકાત દસ ઘણી છે. આપણું મન ડર, રોષ, વાસના, પ્રેમ અને વિષાદની બનેલા પ્રાચીન ઇમોશનલ તંત્ર અનુસાર કામ કરે છે. આ ઇમોશન્સના સકારાત્મક ઉપયોગથી જ આપણે જીવનમાં પ્રગતિ કરીએ છીએ. ધાર્મિક શ્રદ્ધાનો સીધો સંબંધ આ પ્રાચીન ઇમોશન્સ સાથે છે. વિજ્ઞાન સંસારના જાદુઈ અસ્તિવની તાર્કિક સમજણ આપીને માણસની જિજ્ઞાસાવૃત્તિને સંતોષે છે, પરંતુ માણસની અંદર એવી ઘણી પીડાઓ છે જેને વિજ્ઞાન સ્પર્શી શકતું નથી. ત્યાં માત્ર ધર્મ જ જઈ શકે છે. માણસને તેના અલગ અલગ ઇમોશનલ સ્ટ્રેસ માટે અલગ અલગ બચાવની જરૂર પડે છે. ધર્મ માણસનું ઈમોશનલ મેનેજમેન્ટ કરે છે. 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)