hqdefault

ગુજરાતી સાહિત્યકાર પન્નાલાલ પટેલનો આજે જન્મદિવસ

આજ કલ ઓર આજ 

તા. 7 મે : 7 May 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ગુજરાતી સાહિત્યકાર પન્નાલાલ પટેલનો આજે જન્મદિવસ

જ્ઞાનપીઠ પુરસ્કાર અને રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત ગુજરાતી સાહિત્યકાર પન્નાલાલ પટેલનો રાજસ્થાન રાજ્યમાં જન્મ (1912)
તેમને ૧૯૮૫માં માનવીની ભવાઇ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો અને ઉમાશંકર જોષી પછી જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર તેઓ બીજા ગુજરાતી ભાષાના લેખક હતા 
તેમણે ૬૧ નવલકથાઓ, ૨૦થી વધુ ટૂંકી વાર્તા સંગ્રહો, જેવા કે સુખના સાથી (૧૯૪૦) અને વાત્રકને કાંઠે (૧૯૫૨), અને ૨૦ કરતાં વધુ સામાજીક નવલકથાઓ, જેવી કે મળેલા જીવ (૧૯૪૧), માનવીની ભવાઇ (૧૯૪૭) અને ભાંગ્યાના ભેરુ (૧૯૫૭), અને અનેક ધાર્મિક નવલકથાઓ લખી છે
પટેલને 'સાહિત્ય જગતનો ચમત્કાર' અને 'ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય' જેવા બિરુદોથી નવાજવામાં આવ્યા છે, તેમનું મોટાભાગનું લખાણ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની સ્થાનિક બોલીમાં લખાયેલું છે અને તેમના સર્જનનું નાટકો અને ચલચિત્રોમાં પણ રુપાંતર થયું છે

* નોબેલ પુરસ્કાર દ્વારા સન્માનિત બંગાળી બહુમાત્ર કવિ, લેખક, નાટ્યકાર, સંગીતકાર, ફિલસૂફ, સમાજ સુધારક અને ચિત્રકાર રવીન્દ્રનાથ ટાગોરનો કોલકાતા ખાતે જન્મ (1886)
તેમણે બંગાળી સાહિત્ય અને સંગીત તેમજ ભારતીય કલાને સંદર્ભિત આધુનિકતાવાદ સાથે પુનઃઆકાર આપ્યો

* ન્યુઝીલેન્ડના ક્રિકેટ ખેલાડી (24 ટેસ્ટ, 43 વનડે અને 11 ટી -20 રમનાર) જીતેન પટેલનો ન્યુઝિલેન્ડ દેશમાં જન્મ (1980)
તેમનું વતન ગુજરાતમાં નવસારી ખાતે છે
ઈંગ્લેન્ડના પ્રોફેશનલ ક્રિકેટર્સ એસોસિએશન દ્વારા તેને બે વખત સૌથી મૂલ્યવાન ખેલાડી તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને 2015માં વિઝડને તેને વર્ષના પાંચ ક્રિકેટરોમાંના એક તરીકે નામ આપ્યું હતું
ભારતના પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત માર્ક ક્રેગની જગ્યાએ, 2016 માં તેને અણધારી રીતે રાષ્ટ્રીય ટીમમાં પાછો લાવવામાં આવ્યા અને તેમણે 21 જૂન 2017ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી 

* હાલ અમેરિકા નિવાસી હિન્દી અને મરાઠી ભાષાની ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલો બંનેમાં તેમના કામ માટે જાણીતી અભિનેત્રી અશ્વિની ભાવેનો મુંબઈ ખાતે જન્મ (1972)

* પદ્મશ્રી અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દ્વારા સન્માનિત હિન્દી ફિલ્મ ગીતકાર પ્રેમ ધવનનું મુંબઈ ખાતે અવસાન (2001)
તે ખાસ કરીને મનોજ કુમાર અભિનીત 'શહીદ' (1965), પૂરબ ઔર પશ્ચિમ (1970) સહિતની ફિલ્મોના દેશભક્તિ ગીતો માટે જાણીતા છે 

* હિન્દી અને સાઉથની પ્રાદેશિક ભાષાની ફિલ્મોના અભિનેત્રી અમાયા દસ્તુર નો મુંબઈ ખાતે જન્મ (1993)

* આંધ્રપ્રદેશની તેલુગુ સિનેમાની ફિલ્મ નિર્માતા, અભિનેત્રી અને પ્લેબેક સિંગર પાસુપુલેતી કન્નમ્બાનું ચેન્નાઇ ખાતે અવસાન (1964)

* હિન્દી ફિલ્મ અને ટીવી અભિનેતા પ્રમોદ માઉથોનો અમૃતસર ખાતે જન્મ (1965) 

* હિન્દી ટીવી અભિનેત્રી એલીશા પનવરનો સિમલા ખાતે જન્મ (1993)

* હિન્દી ફિલ્મ અને ટીવી અભિનેત્રી ચેરી મરડિયાનો મુંબઈ ખાતે જન્મ (1988) 

>>>> ઇન્ટેન્સિટી એ કોઈપણ સર્જનનો પાયો છે. ઇન્ટેન્સિટીનો સાદો અર્થ લાગણીઓની તીવ્રતા અથવા આવેગ થાય છે. આપણા જેવા સાધારણ માણસની વાતો-વિચારોમાં ખાલી ઈમોશનલ ઇન્ટેન્સિટી હોય છે જ્યારે ઉત્તમ સર્જનમાં ઇમોશન્સ અને ઇન્ટેલિજન્સ હોય છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે પોતાનાં અને બીજાની લાગણીઓને ઓળખવી, સમજવી અને સંભાળવી તે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)