IMG_20240419_203733

આણંદ લોક્સભા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે10 ઉમેદવારો દ્વારા 18 નામાંકન પત્ર રજૂ કરાયા

આણંદ લોક્સભા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે 10 ઉમેદવારો દ્વારા 18 નામાંકન પત્ર રજૂ કરાયા

પક્ષ દ્વારા ભરાયેલ ફોર્મ

ભાજપ-1 ,કોગ્રેસ 2, ગરીબ કલ્યાણ  પાર્ટી -1, બહુજન સમાજ પાર્ટી - 1, રાઇટ ટુ રીકોલ પાર્ટી- 1, અને અપક્ષ - 4

આણંદ
 ૧૬-  આણંદ સંસદીય મત વિભાગ માટે  આજે ઉમેદવારી પત્રો રજૂ કરવાનો છેલ્લો દિવસ હતો.આજે છેલ્લા દિવસે એટલે કે તા.૧૯ -૦૪-૨૦૨૪ના રોજ ૦૫ ઉમેદવારોએ  ૦૬ ઉમેદવારી પત્રકો રજૂ કર્યા હતા.આમ ,૧૬-  આણંદ સંસદીય મત વિભાગમાં  કુલ ૧૦ ઉમેદવારો દ્વારા કુલ ૧૮ ઉમેરવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે.

ઉમેદવારોની વિસ્તૃત વિગતો જોઈએ તો....

(૧) મિતેશભાઇ રમેશભાઈ પટેલ - ભારતીય જનતા પાર્ટી, 

(૨)દિનેશભાઈ રણછોડભાઈ  પઢીયાર,

(૩)ધીરજ કુમાર રામબારણ ક્ષત્રિય -ગરીબ કલ્યાણ પાર્ટી, 

(૪) પટેલ કેયુરભાઈ પ્રવીણભાઈ - અપક્ષ 

(૫)અમિતભાઈ અજીતભાઈ ચાવડા -ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, 

(૬)રાજેન્દ્રસિંહ ધીરસિંહ  પરમાર - ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, 


(૭)સુરેશભાઈ ધુળાભાઈ પટેલ -બહુજન સમાજ પાર્ટી, 

(૮) ભટ્ટ સુનિલકુમાર નરેન્દ્રભાઈ -રાઇટ ટુ રીકોલ પાર્ટી, 

(૯) ભોઈ આશિષકુમાર ઠાકોરભાઈ -અપક્ષ, 

(૧૦) અવિનાશભાઈ ભીખુભાઈ આહીર - અપક્ષ

******