IMG_20221124_181930

ઉમરેઠ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારને વ્યાપક જનસમર્થન

ઉમરેઠ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારને વ્યાપક જનસમર્થન 

વયોવૃદ્ધ વડીલોએ પણ તેમને દિલથી જીતના આશીર્વાદ આપ્યા

શિક્ષિત, પ્રમાણિક અને નિષ્ઠાવાનની લોકચાહના ના કારણે ગામડે ગામડે પ્રચંડ આવકાર 

બડાપુરા,તારપુરા મેઘવા અને ઝાલાબોરડી સહિતના ગ્રામ્ય  વિસ્તારમાં ઉમળકાભેર સ્વાગત કરાયું

આણંદ 

111-ઉમરેઠ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ ઉદેસિંહ પરમાર ઉર્ફે બી. યુ. પરમારે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન હાથ ધર્યું છે.

શિક્ષિત પ્રમાણિક અને નિષ્ઠાવાનની છાપ ધરાવતા અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમાર આજે ગુરુવારના રોજ પોતાના સમર્થકો મિત્રો અને સગા સંબંધીઓ સાથે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના બડાપુરા,તારપુરા મેઘવા અને ઝાલાબોરડી સહિતના ગ્રામ્ય  વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન હાથ ધર્યું હતું. પ્રચાર દરમિયાન ઉમરેઠ મત વિસ્તારના આ ગામડાઓમાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. તેઓ નિવૃત્ત ક્લાસ વન અધિકારી હોય ઉપરાંત યુવાનો અને ખેડૂતોના હમદર્દ હોવાના કારણે  તેમને ગામડે ગામડે પ્રચંડ આવકાર મળી રહ્યો છે. 
ઉમરેઠ મત વિસ્તારના બડાપુરા ખાતે પ્રચાર દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ સમયે બડાપુરા ગામના  સરપંચ દિલીપભાઈ વાઘેલા તથા બડાપુરા  દૂધ  ઉત્પાદક સહકારી  મંડળી ના ચેરમેન અનવર અલી ઉપસ્થિત રહ્યા હતાં.
તારપુરા ગામમાં સરપંચ રમેશભાઈ  પરમાર , માજી  સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો સહિત વિવિધ સમાજો દ્વારા તેમનું  ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના મેઘવા અને ઝાલાબોરડી ગામમાં પણ વિવિધ સમાજો દ્વારા ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકો પણ તેમને મત આપીને જંગી બહુમતીથી ઉમરેઠ વિધાનસભા બેઠક પર વિજય બનાવવા માટે ખાતરી આપી હતી. 
ઉમરેઠ બેઠક પર અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમાર જંગી બહુમતીથી વિજય થશે તો તેઓ ઉમરેઠ મત વિસ્તારનો અને સમગ્ર જનતાનો વિકાસ કરશે તેઓ આશાવાદ સૌ નિહાળી રહ્યા છે. એટલું જ નહીં વયોવૃદ્ધ વડીલોએ પણ તેમને દિલથી જીતના આશીર્વાદ આપ્યા હતા.