ઉમરેઠના શીલી ગામ પાસે મહીસાગર નદીમાં ફસાયેલા ત્રણ લોકોને બચાવાયા
આણંદ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ
ઉમરેઠના શીલી ગામ પાસે મહીસાગર નદીમાં ફસાયેલા ત્રણ લોકોને બચાવાયા
આણંદ
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કડાણા ડેમ તેમજ પાનમ ડેમમાંથી પણ મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.જેને કારણે મહીસાગર નદીમાં પાણીની આવક વધવાના કારણે ઉમરેઠ તાલુકાના શીલી ગામ પાસે મહીસાગર નદી માં 3 લોકો પાણીમાં ફસાઈ ગયા છે.
આ ઘટનાની જાણ આણંદ ફાયર બ્રિગેડને ફોન દ્વારા થતાં આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.કે ગરવાલના માર્ગદર્શન હેઠળ અને ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચનાથી તુરંત જ ફાયર ફાઈટર સહદેવસિંહ રાઠોડ, મહેન્દ્રસિંહ રાઠોડ, મકસૂદ બેલિમ, જીતેન્દ્ર ઠાકોર અને ખાતુભાઈ ચરપોટની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી જઈને નદીમાં ફસાયેલા ત્રણે વ્યક્તિઓને બહાર કાઢવા હાથ રેસક્યું ધર્યું હતું.અને ભારે જહેમત બાદ નદીના પ્રવાહમાંથી મહેશભાઈ, કલ્પેશભાઈ અને ઇશ્વરભાઇને સલામત બહાર કાઢયા હતા.