IMG_20240722_131849

ઉમરેઠના ઐતિહાસિક ચંદ્રમુળેશ્વર મહાદેવમાં પરંપરા મુજબ અષાઢી તોલાઈ

આણંદના ઉમરેઠમાં અષાઢી તોલવાની પંરપરા યથાવત  ધાન્યની વધઘટના આધારે ખેતીના પાકનું અનુમાન

ધાન્યોના વજનમાં થયેલા ફેરફારને અષાઢી કહેવાય

ઉમરેઠના ઐતિહાસિક ચંદ્રમુળેશ્વર મહાદેવમાં પરંપરા મુજબ અષાઢી તોલાઈ

આણંદ ટુડે |  ઉમરેઠ
 અષાઢ વદ એકમ 2080  સોમવારનાં રોજ આણંદ જિલ્લાના  ઉમરેઠ નગરમાં આવેલ અતિપ્રાચીન સ્વયંભૂ શિવાલય શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવનાં મંદિરમાં વર્ષો જૂની પરંપરાગત મુજબ આજે ઐતિહાસિક આષાઢી તોલવામાં આવી હતી.
સમગ્ર ચરોતર પંથકમાં હુલામણાં નામથી જાણીતા આણંદ જિલ્લાનું ઉમરેઠ નગર અતિપ્રાચીન નગર છે ભારતમાં તે છોટે કાશી તરીકે જગપ્રસિદ્ધ છે. સમગ્ર ભારતમાં માત્ર
ઉમરેઠમાં આવેલ અતિપ્રાચીન સ્વયંભૂ શિવાલય શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવનાં મંદિરમાં ઐતિહાસિક આષાઢી તોલવાની 300 વર્ષ જૂની પરંપરા છે.જે આજે પણ યથાવત રહેવા પામી છે પરંપરા મુજબ  ગુરુપૂણિઁમાના દિવસે નવ ધાન્ય અને દસમી માટી જેમાં મગ, ડાંગર, જુવાર, ઘઉં, તલ, અડદ, કપાસ, ચણા, બાજરી અને માટી સહિત એક એક તોલો તોલી પંચ સમક્ષ કોરા કપડાંમાં બાંધી માટીના ઘડામાં નિજમંદિરના ગોખમાં મુકવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે સવારે એટલે કે અષાઢ સુદ એકમના દિવસે આ ધાન્ય ફરી તોલવામાં આવે છે અને તેમાં વધઘટ થઈ જાય છે.આ થતી વધઘટ ઉપરથી ખેડૂતો સમગ્ર વર્ષ દરમ્યાન ખેતી કરતા હોય છે. આ વર્તારાને આષાઢી કહેવાય છે. અષાઢી તોલવા દરમિયાન જે ધાન્યમાં વધારો થયો હોય તે પાક વધારે ઉપજે છે. તેમજ જે ધાન્યમાં ઘટાડો જોવા મળ્યો હોય તે પાકનું ઉત્પાદન વર્ષ દરમિયાન ખુબ જ ઓછું થતું હોય છે. ધાન્યમાં જોવા મળતી વધ-ઘટ પરથી ખેડુતો કયાં પાકની ખેતી કરવી તેનો અંદાજો લગાવે છે. આમ, ચરોતર વિસ્તાર ઉપરાંત આસપાસના જિલ્લાના ખેડુતો ઉમરેઠમાં બિરાજમાન શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવજીમાં વિશેષ આસ્થા ધરાવે છે.
આ મંગલ પ્રસંગે ઉમરેઠ ગામના અગ્રણી વેપારી વર્ગ અને વિપુલ સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત સર્વે શિવભક્તોનો શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


આવનાર વર્ષ સમધારણ રહેશે.શિયાળુ પાક સારો રહેશે તથા વરસાદ પાછોતરો રહેશે.

આષાઢીનાં વર્તારા પ્રમાણે આવનાર સમધારણ વર્ષ રહેશે. જેમાં વિશેષ રીતે ઘઉં, તલ, અડદ, જુવાર પાક ખુબ સારો થશે,શિયાળુ પાક સારો રહેશે તથા વરસાદ પાછોતરો રહેશે એવો વરતારો મહાદેવજીના આશીર્વાદ દ્વારા પ્રાપ્ત થયો છે.

વર્ષની આષાઢી પ્રમાણે છે.

ઘઉં - 3 વધારે
તલ - 48 વધારે
અડદ - 2 વધારે
મગ -  65 ઓછાં
કપાસ - સમધારણ 
બાજરી - દોઢ ઓછી
માટી - 01 રતી  વધારે
ડાંગર - 2 ઓછી 
જુવાર - 4 વધારે 
ચણા - અડધો વધારે