આણંદ ખાતે તુલસી ગરનાળાથી નેશનલ હાઇવે સુધી નિર્માણ પામનાર રસ્તાની પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ મુલાકાત લીધી
પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આણંદ ખાતે તુલસી ગરનાળાથી નેશનલ હાઇવે સુધી નિર્માણ પામનાર રસ્તાની મુલાકાત લીધી
આણંદ
આણંદજિલ્લાની મુલાકાતે આવેલા પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ આણંદના તુલસી ગરનાળા થી નેશનલ હાઈવે સુધી નિર્માણ પામનાર ચાર માર્ગીય રસ્તાની મુલાકાત લીધી હતી.
જિલ્લા કલેકટર શ્રી ડી.એસ.ગઢવીએ મંત્રીશ્રીને આ રસ્તા બાબતેની જાણકારી આપતા જણાવ્યું હતું કે, જો તુલસી ગરનાળાથી નેશનલ હાઇવેને જોડતા ગેલોપ્સ હોટલ સુધીનો રસ્તો ચાર માર્ગીય બનાવીને શરૂ કરવામાં આવે તો આણંદ શહેરમાંથી પસાર થતાં વાહનો સીધા જ તુલસી ગરનાળાથી હાઈવે ઉપર જવાથી શહેરના ગણેશ ચોકડી વિસ્તારમાં હાલમાં જે ટ્રાફિક જામની સમસ્યા થાય છે તે સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે. તેમણે મંત્રીશ્રીને કાંસ વિભાગના અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ નકશા અને આ રોડને તૈયાર થતા કેટલો સમય લાગે તેની વિગતો પણ જણાવી હતી.
મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન આનંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, પ્રાંત અધિકારી શ્રી વિમલ બારોટ, કાંસ વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
*****