IMG-20230123-WA0007

વાસદ મહિસાગર માતાજીના મંદિરે રજત જયંતિ મહોત્સવ સંપન્ન

વાસદ મહિસાગર માતાજીના મંદિરે રજત જયંતિ મહોત્સવ સંપન્ન

રજાબાપાની મૂર્તિની નિજ મંદિરમાં સ્થાપના ઉપરાંત મહિસાગર માતાજીના નવનિર્મિત ભવ્ય પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન


આણંદ 
વાસદના સુપ્રસિદ્ધ મહિસાગર માતાજીના મંદિરે ભવ્ય શતચંડી યજ્ઞ તથા રજાબાપાની મૂર્તિની સ્થાપના તથા રજત જયંતિ મહોત્સવનું  ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ ચાર દિવસીય મહોત્સવનું આજે સમાપન થયું હતું. 

આ અંગે વિગતો આપતા મહિસાગર માતાજીના ભુવાજી શ્રી વિષ્ણુભાઈ રબારીએ જણાવ્યું કે, પુણ્યસલિલા મહિસાગર નદીના સાંનિધ્યમાં વાસદની પાવન ધરા પર મહિસાગર માતાજીના મંદિરે  નવનિર્મિત ભવ્ય પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
        
  મહિ બીજના પાવન અવસરે પૂ.રજાબાપાની મૂર્તિને નિજમંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી. મહિસાગર માતાજીના મંદિરે ધજારોહણ અને રજાબાપાની મૂર્તિને સોના-ચાંદીથી નિર્મિત પાઘડી પહેરાવવામાં આવી હતી  

ભુવાજી શ્રી વિષ્ણુભાઈ રબારીએ  જણાવ્યું છે કે. આ પાવન કાર્યમાં દાતાઓનો પણ પ્રશસ્ય સહયોગ સાંપડ્યો હતો. આ પાવન પ્રસંગે સંતો-મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. 

સમસ્ત નાત વિહોતર અને માઈ ભક્તોને માઁ મહિસાગરના આ ભવ્ય મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.
****