કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ આણંદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી
કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ આણંદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી
વંદે ભારત એક્સપ્રેસનું આણંદ જંકશન પર સ્ટોપેજ મળતાં કેન્દ્રીય રેલ મંત્રીશ્રીનો આણંદની જનતા વતી આભાર વ્યક્ત કરતાં સાંસદશ્રી મિતેષ પટેલ સહિત સ્થાનિક પદાધિકારીઓ
આણંદ, શનિવાર
કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવએ આણંદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત દરમિયાન સાંસદશ્રી મિતેષ પટેલ સહીત સ્થાનિક પદાધિકારીશ્રીઓ પણ જોડાયા હતા.
કેન્દ્રિય રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂંરદેશી નેતૃત્વમાં આ વર્ષના બજેટમાં ગુજરાતને રૂ.૧૭,૧૫૫ કરોડ જેટલી રકમ રેલ્વેના નવિનીકરણ માટે ફાળવવામાં આવી છે.
જે અંતર્ગત ગુજરાતમાં રેલ્વેના વિવિધ પ્રોજેક્ટ સમયમર્યાદામાં ગુણવત્તા સાથે કામ હાથ ધરાશે, તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું .
વધુમાં તેમણે ઉમેરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૮૭ જેટલા રેલ્વે સ્ટેશનોનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે. જેમાં આણંદ જિલ્લાના રેલ્વે જંકશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેની ડિઝાઈન પર ટૂંક સમયમાં જ કાર્ય હાથ ધરવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
આ વેળાએ વંદે ભારત એક્સપ્રેસનું આણંદ જંકશન પર સ્ટોપેજ મળતાં કેન્દ્રીય રેલ મંત્રીશ્રીનો આણંદની જનતા વતી સાંસદ શ્રી મિતેષ પટેલ સહિત સ્થાનિક પદાધિકારીઓ આભાર વ્યક્ત કર્યો હતો.
આ વેળાએ આણંદ ધારાસભ્યશ્રી યોગેશ પટેલ, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, રેલવે પ્રશાસનના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા કર્મીઓ જોડાયા હતા.
-૦-૦-૦-