SAVE_20231231_150016

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ આણંદના બી. એ. પી. એસ. સ્વામીનારાયણ મંદિરની બાળ સભામાં બાળકો સાથે વાર્તાલાપ કર્યો

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ આણંદના બી. . પી. એસ. સ્વામીનારાયણ મંદિરની બાળ સભામાં બાળકો સાથે વાર્તાલાપ કર્યો

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ આણંદના બી. એ. પી. એસ. સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લઈ ઠાકોરજીના દર્શન કર્યા

આણંદ
 કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલાએ રવિવારના રોજ સવારે ૯.૩૦ વાગ્યે  આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ અને ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ (બાપજી) અને અન્ય ભાજપ અગ્રણીઓ સાથે આણંદના બી. એ. પી. એસ. સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી અને ઠાકોરજીના દર્શન કર્યા હતા, જ્યાં કોઠારી પૂજ્ય ભગવદચરણ સ્વામીએ તેમનું સ્વાગત કર્યું હતું. દરમિયાન બાળ પ્રવૃત્તિના ભાગરૂપે મંદિરના હોલમાં ચાલતી બાળ સભામાં ઉપસ્થિત બાળકો - શિશુઓને જોઇને તેઓ ખુબ પ્રભાવિત થયા હતા અને બાળ સભામાં બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો.
દરમિયાન એક બાળક દ્વારા તેઓશ્રીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યાર બાદ. "કે વકીલ કેમ થવાય? પ્રત્યુત્તરમાં રૂપાલા સાહેબે વિગત વાર જણાવ્યું  કે ૧૨મુ ધોરણ પાસ કરી ને 'લો' ની ડીગ્રી મેળવીને વકીલ બનાય છે. ત્યારબાદ  રૂપાલા સાહેબે બાળકોને પ્રશ્ન પૂછ્યો "કે વીર બાળ દિવસ ક્યારે ઉજવાય છે? તેનો જવાબ એક ભવ્ય નામના બાળક દ્વારા આપવામાં આવ્યો કે ૨૬ ડિસેમ્બરના રોજ ઉજવાય છે.

રૂપાલા સાહેબે બીજો પ્રશ્ન પૂછ્યો કે વીર બાળ દિવસ કોની યાદ માં ઉજવાય છે? આ પ્રશ્નનો ઉત્તર પણ તેઓ દ્વારા જ બાળકોને મળ્યો હતો. કે "ગુરુ ગોવિંદસિંહના બે પુત્રો બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહને ધર્મ પરિવર્તન સ્વીકારવા જણાવ્યું ત્યારે કે બંને રાજકુમારોએ ધર્મ પરિવર્તન કરવાનો ઇનકાર કર્યો. આથી નવાબે 26 ડિસેમ્બર, 1704ના રોજ બંને રાજકુમારોને દિવાલમાં જીવતા ચણી દીધા, જ્યારે માતા ગુજરીને સરહિંદના કિલ્લામાંથી ધક્કો દઇને મારી નાખવામાં આવ્યા હતા. ગુરુ ગોવિંદ સિંહના પરિવારની આ મહાન શહાદતને આજે પણ ઈતિહાસની તવારીખોમાં સૌથી મોટા બલિદાન માનવામાં આવે છે.