આણંદના નાવલી ગામના એન.આર.આઇ પરિવારે પુત્રવધૂનું કન્યાદાન કર્યું
આણંદના નાવલી ગામના એન.આર.આઇ પરિવારે પુત્રવધૂનું કન્યાદાન કર્યું
લગ્ન થયાના 11 માસ બાદ એકના એક લાડકવાયા પુત્રનુ આકસ્મિક નિધન થતા નાવલી ગામના એન.આર.આઇ પરિવારે પુત્રવધૂ માટે જીવનસાથી શોધ્યો
પુત્રવધૂને દીકરી બનાવી વાજતે ગાજતે સાસરે વિદાય આપીને સમાજમાં એક અનોખો દાખલો બેસાડ્યો
આણંદ
હિંદુ સંસ્કૃતિમાં કન્યાદાનનું ખૂબ મહત્વ છે આણંદ જિલ્લાના નાવલી ગામના એક એન.આર.આઇ પરિવારે એકના એક લાડકવાયા પુત્રના આકસ્મિક નિધન બાદ વિધવા પુત્રવધૂને દીકરી બનાવી સાસરે વિદાય આપીને અનોખું કન્યાદાન કર્યું છે.સાસુ-સસરાએ વિધવા પુત્રવધુને નવી જિંદગી શરૂ કરવાનો મોકો આપીને સમાજમાં એક અનોખો દાખલો બેસાડ્યો છે.
વિધવા પુત્રવધૂના લગ્ન યોજાયા બાદ સાસુ સસરાએ કહ્યું હતું કે, આજે મારા દીકરાના આત્માને શાંતિ મળશે.
સમયના વહેણ વિત્યા બાદ એન. આર.આઈ પરિવારે વિધવા પુત્રવધુને તેની નવી જીંદગી શરૂ કરવાનાે માેકાે આપ્યાે
આણંદ જિલ્લાના નાવલી ગામના એક એનઆરઆઇ પરિવારના એકના એક પુત્રનુ લગ્ન થયાના માત્ર 11 માસના ટૂંકા ગાળામાં અચાનક નિધન થયા બાદ હવે આ પરિવારે વિધવા પુત્રવધુને તેની નવી જીંદગી શરૂ કરવાનાે માેકાે આપ્યાે છે. પુત્રવધુનુ કન્યાદાન કરી તેને આણંદ જિલ્લાના પાડગોલ ગામના એક એન.આર.આઈ યુવક સાથે પરણાવી છે. આ અનાેખા લગ્ન તાજેતરમાં આણંદ ખાતે યાેજવામા આવ્યા હતા. નાવલી ગામના વતની અને હાલ અમેરિકા રહેતા નવીનભાઈ હરમાનભાઈ પટેલના પુત્ર હર્ષિલના લગ્ન ગત 21મી જાન્યુઆરી 2018 ના રોજ આણંદ જિલ્લાના રામોલ ગામના વતની અશ્વિનભાઈ પટેલની પુત્રી નૃશાલી સાથે થયા હતા.
પરંતુ લગ્નના માત્ર 11 માસ બાદ હર્ષિલનુ આકસ્મિક અવસાન થયું હતુ. જેના કારણે આ પરિવાર પર જાણે આભ તુટી પડયુ હતુ. સમયના વહેણ વિત્યા બાદ હવે આ એનઆરઆઈ પરિવારે વિધવા પુત્રવધુ નૃશાલીને તેની નવી જીંદગી શરૂ કરવાનાે માેકાે આપ્યાે હતાે. સસરા નવીનભાઈ પટેલ અને સાસુ સંગીતાબેન અને નૃશાલીના પિતા અશ્વિનભાઈ સાથે જીવનસાથી શાેધવાની શરૂઆત કરી હતી.મુળ પેટલાદ તાલુકાના પાડગોલ ગામના વતની અને હાલમા અમેરિકામા રહેતા રાજેન્દ્રભાઈ શાંતિલાલ શાહના પુત્ર સ્મીતેન સાથે લગ્ન ગાેઠવવાનુ નક્કી થયું હતુ અને ગત તારીખ 25 ફેબ્રુઆરી 2023 ના રોજ આણંદ ખાતે વાજતે ગાજતે નૃશાલી અને સ્મીતેનના લગ્ન યોજવામાં આવ્યાં હતા.
વિધવા પુત્રવધૂના લગ્ન યોજાયા બાદ સાસુ સસરાએ કહ્યું હતું કે, આજે મારા દીકરાના આત્માને શાંતિ મળશે.
નૃશાલીના લગ્ન વખતે કન્યાદાન તેના સસરા નવીનભાઈ પટેલ અને સાસુ સંગીતાબેને કર્યુ હતુ.બે પરિવાર અને સમાજની હાજરીમાં આ અનોખા લગ્નનો સમારાેહ યાેજાયાે હતાે.સસરા નવીનભાઈ પટેલ અને સાસુ સંગીતાબેને પુત્રવધુને દીકરી બનાવી વાજતે ગાજતે સાસરે વિદાય આપીને સમાજમાં એક અનોખો દાખલો બેસાડયો છે.